ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર સાધ્યું નિશાન, કહ્યું મારી પાછળ પડશો તો હું હાથ ધોઈને પાછળ પડીશ

0
100

મહારાષ્ટ્રમા ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધનની મહાવિકાસ અઘાડી સરકારને એક વર્ષ પુરુ થઈ ગયું છે. ગત વિધાનસભાની ચૂંટણી બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં એક મોટી ઉથલપાથલ જોવા મળી હતી. ભાજપની સાથે ચૂંટણી લડનારી શિવસેનાએ મુખ્યમંત્રી પદની માંગ કરી હતી. જે પૂરી ન થતા તેમણે એનડીએથી પોતાનો માર્ગ અલગ કરી દીધો હતો. કોંગ્રેસ – એનસીપી સાથે મળીને સરકાર બનાવી હતી. તેના થોડાક દિવસ પહેલા દેવેન્દ્ર ફડણવીસે અજીત પવાર સાથે મળીને સીએમ પદના શપથ ગ્રહણ કર્યા હતા પરંતુ માત્ર 80 કલાકમાં ફડણવીસને રાજીનામુ આપવું પડ્યુ હતુ. ત્યારથી શિવસેના, એનસીપી અને કોંગ્રેસ પર સતત સરકાર પાડવાના આરોપ લાગ્યા છે.

  • તેમની ખિચડી કેવી રીતે પાકે છે અમે જાણીએ છીએ…
  • મહારાષ્ટ્ર સરકાર તેને આડા કરીને આગળ વધી જશે
  • મહારાષ્ટ્ર સીએમના ઈન્ટર્વ્યૂનો પહેલો પ્રોમો આજે રિલીજ થયો 

હવે મહાવિકાસ અઘાડી સરકારને એક વર્ષ પુરુ થવા પર શિવસેનાના મેગેઝીન સામનાના એડિટર સંજય રાઉતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઈન્ટર્વ્યૂ કર્યો છે. જેનો પહેલો પ્રોમો આજે રિલીજ થયો છે. 

આ બાબતો પર થઈ ચર્ચા

રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને આપેલા ઈન્ટરવ્યૂહમાં સીએમ ઠાકરેએ કોરોના, તેને પહોંચી વળવાના પ્રયાસો, સરકારના એક વર્ષના કાર્યકાળ અને વિપક્ષની સાથે જોડાયેલા સવાલોના જવાબો આપ્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ કોઈ પણ મીડિયા સંસ્થાનને આપવામાં આવેલો આ બીજો ઈન્ટર્વ્યૂ છે. જાણો તેમણે શું કહ્યું…


સંજય રાઉત – તમામનું માનવું છે કે સરકાર પોતાના ભારથી જ પડી જશે શું કહેવું છે?
ઉદ્ધવ ઠાકરે – આવું કહેનારાના દાંત પડી જશે. અમારી સરકાર નહીં પડે. ગઠબંધનમાં બધુ જ સારુ ચાલી રહ્યું છે. કોઈ ભારણ નથી

રાઉત– કેવી રીતે દાંત પડી જશે?
ઠાકરે – જો તે લોકો શરુ કરશે તો હું પણ ચૂપ નહીં રહું. હું તેમના એકના બદલામાં 10 શરુ કરીશ

રાઉત – મહારાષ્ટ્ર સરકારને લઈને લોકો કહે છે કે આ સરકાર અઘોરી છે?
ઠાકરે- અમારા પરિવાર પાછળ જે લોકો છે હું તે લોકોને એટલું જ કહીશ કે તેમના પણ પરિવાર છે… તેમની ખિચડી કેવી રીતે પાકે છે અમે જાણીએ છીએ…


રાઉત – મહારાષ્ટ્ર આત્મનિર્ભર ક્યારે બનશે? સીએમ, હાથ ધોવા ઉપરાંત બીજું શું કહેશો?
ઠાકરે- અત્યારે હાથ ધોઈ રહ્યો છું, વધારે પાછળ પડશો તો હું હાથ ધોઈને પાછળ પડીશ.

રાઉત – એક વર્ષમાં તમારા જીવનમાં શું ફેરફાર થયો?
ઠાકરે– જ્યારે પણ મને પડકારો મળે છે મારામાં અદભૂત શક્તિ આવી જાય છે. કોઈ કેટલું પણ આડુ આવશે. મહારાષ્ટ્ર સરકાર તેને આડા કરીને આગળ વધી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here