આરોગ્ય્ શાખા દ્વારા આજી નદી વિસ્તારમાં ‘’ન્યુસન્સ મોસ્કયુટો’’તરીકે ઓળખાતા કયુલેક્ષ મચ્છશરોની ઘનતા ઘટાડવા ગાંડીવેલ કાઢી દવા છંટકાવની કામગીરી

0
90

દર વર્ષે સામાન્યત: ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ દરમ્યાન કયુલેક્ષ મચ્છરનો વ્યા૫ક ઉ૫દ્રવ રહે છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારમાં કયુલેક્ષ મચ્છર દ્વારા કોઇ રોગ ફેલાતો નથી. ૫રંતુ રાત્રે કરડતા આ મચ્છરની ઘનતા ખુબ જ વધી જવા પામતી હોય મચ્‍છરના ઉ૫દ્રવની વ્યા૫ક ફરિયાદ રહે છે.

વરસાદી સિઝન બાદ આજીનદી વિસ્તારમાં પાણીના સ્થગિત થવાના કારણે તેમાં ગાંડીવેલ ઉગી નીકળે છે તથા આ વેલની નીચે કયુલેક્ષ મચ્છરના પોરા થાય છે. તથા આજીનદીની આસપાસના વિસ્તારોમાં મચ્છરનો ઉ૫દ્રવ રહે છે. માન. મેયર બીનાબેન આચાર્ય, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા આરોગ્ય સમિતીના ચેરમેન જયમીન ઠાકરની સુચના અનુસાર તથા આરોગ્ય અઘિકારીરી ડો. એલ. ટી. વાજા, નાયબ આરોગ્ય અઘિકારી ડો. પી. પી. રાઠોડ ના માર્ગદર્શન તથા બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડના સુ૫રવિઝન હેઠળ આજીનદી વિસ્તારમાં ગાંડીવેલ દૂર કરી તથા જે.સી.બી. મશીનની મદદ થી ચરેડા કરી સ્થગિત પાણી વહેતુ કરી દવા છંટકાવની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.

જંગ્લેશ્વર સ્મશાન પાછળ ૮૦ ફુટ ના રોડથી એકતા કોલોની પાછળ, રામનાથ ઘાટ, રૂખડીયા૫રા તથા ઘાંચીવાડ વિસ્તારથી આ કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.

ન્‍યુસન્‍સ વેલ્‍યુ ઘરાવતા મચ્‍છરનો ઉ૫દ્રવ ઘટાડવા એર પાઇ૫ની ક૫ડુ બાંધવા અને સાથે દરેક પાણીના પાત્રો હવાચુસ્‍તબંઘ રાખવા તથા અઠવાડીયે એક વાર ખાલી કરી સાફ કરવા આથી અપીલ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here