જે વૅક્સિન પર ભારતને સૌથી વધુ આશા છે તેના ભૂલથી અપાયેલ ડોઝમાં આવ્યાં આશ્ચર્યજનક પરિણામ

0
319

બ્રિટેનની ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી એ તેમની કોરોના વેક્સિનના ટ્રાયલમાં ભૂલ સ્વીકારી લીધી છે. જો કે આ ભૂલ પણ આ વેક્સિન નિર્માતાઓ માટે વરદાન પુરવાર થઈ છે.

  • એસ્ટ્રાજેનેકા કંપનીએ સ્વીકારી ભૂલ 
  • હાલ પૂરતી 70 ટકા અસરકારક મનાઈ રહી છે વેક્સિન 
  • રસીના નાના ડોઝમાં મળ્યા છે સારા પરિણામો 

એવું એટલા માટે કેમ કે જે આ જે વ્યક્તિઓને આ રસીનો નાનો ડોઝ આપવામાં આવ્યો હતો તેને 90 ટકા અસર થઈ હતી જ્યારે જેને આ રસીનો પૂરો ડોઝ આપવામાં આવ્યો તેના પર આ રસીની અસર 62 ટકા સુધીની જ મપાઈ છે.  જેને લઈને સરેરાશ 70 ટકા પ્રભાવી હોવાનો દાવો કરાઇ રહ્યો છે પરંતુ હવે આ દાવા પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.  

એસ્ટ્રાજેનેકા કંપનીએ બુધવારે એક નિવેદનમાં આ વાત સ્વીકારી હતી જો કે તેના કેટલાક દિવસો પહેલા કંપની અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કહ્યું હતું કે પ્રાયોગિક રીતે આ રસી ખૂબ જ

અસરકારક છે. 

જો કે કંપનીએ ત્યારે આ વાતનો ઉલ્લેખ કર્યો ન હતો કે આ રસીની ટ્રાયલમાં સ્વેચ્છાએ સામેલ થનારા લોકોના એક સમૂહને શરૂઆતના ડોઝમાં એટલી માત્રા આપવામાં આવી નહોતી જેટલી અપાવી જોઈતી હતી, એટલે કે તેમને શરૂઆતમાં રસીનો નાનો ડોઝ અપાયો હતો જે ભૂલ હતી. અહીં આશ્ચર્યની વાત એ છે કે જે લોકોને રસીનો નાનો ડોઝ અપાયો હતો તે લોકો પૂરી રસીનો ડોઝ  લેવા વાળા કરતાં વધુ સુરક્ષિત લાગતા હતા. 

70 ટકા અસરકારક માનવામાં આવે છે

એસ્ટ્રાઝેનેકાએ કહ્યું કે ઓછી રસી લેવા વાળા લોકોમાં આ રસી 90 ટકા સુધી અસરકારક હોવાનું જણાય છે, જ્યારે જે લોકોને સંપૂર્ણ બે ડોઝ આપવામાં આવ્યા હતા તેમનામાં આ રસી 62 ટકા જેટલી અસરકારક હોવાનું જણાય છે. એકંદરે, કંપનીએ જણાવ્યું હતું કે કે રસી 70 ટકા સુધી અસરકારક લાગે છે.

એકસપર્ટસે શંકા દાખવી 

પરંતુ જે રીતે આ પરિણામોનું નિષ્કર્ષ કાઢવામાં આવ્યું છે અને કંપનીએ જે પણ માહિતી આપી છે, તે વિશે નિષ્ણાંતોએ સવાલો ઉઠાવ્યા છે. સોમવારે આ રસીના આંશિક પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જે બ્રિટન અને બ્રાઝિલમાં થઈ રહેલા મોટા અભ્યાસનો એક ભાગ છે. તેમાં રસીની યોગ્ય માત્રાનો નિર્ણય થશે, સાથે જ તેની સલામતી અને અસરકારકતાની પણ માહિતી મળશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here