કતારગામમાં સૌથી વધુ 1793, લિંબાયતમાં 1187 તો 6 ઝોનમાં પોઝિટિવ કેસ 500ને પાર

0
371
  • આઠ ઝોનમાંથી બે ઝોનમાં કોરોનાના કેસ 1-1 હજારને પાર
  • છ ઝોન વિસ્તારમાં કોરોનાના કેસનો આંક 500ને પાર થયો

સુરત. શહેરમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. સુરત શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 8300ને પાર કરી ગયો છે. જેમાં કતારગામ ઝોનમાં સૌથી વધુ 1793 કેસ અને અઠવા ઝોનમાં સૌથી ઓછા 503 કેસ નોંધાય છે. આઠ ઝોનમાંથી બે ઝોનમાં 1-1 હજાર અને છ ઝોનમાં કેસનો આંક 500ને પાર કરી ગયો છે.

કતારગામ ઝોનમાં કોરોનાનો રાફડો ફાટ્યો
સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ છેલ્લા 10થી વધુ દિવસથી સુરતમાં છે. સૌથી વધુ કેસ ધરાવતા કરતારગામ ઝોનમાં મોટી ટીમ ઉતારવામાં આવી છે. જોકે, કેસ ઘટી રહ્યા નથી. સુરતના મેયરના ઝોનમાં જ મ્યુનિ. તંત્ર કોરોનાનું સંક્રમણ રોકવામાં નિષ્ફળ નિવડ્યું છે. માત્ર કતારગામ ઝોનની વાત કરવામાં આવે તો સૌથી વધુ 1793 કેસ છે. આ વિસ્તારમાં હીરાના કારખાના સામે પગલાં ભરવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવા સાથે સોશિયલ ડિસ્ટન્સ પણ નહીં જળવાયું હોવાથી કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારબાદ અત્યાર સુધી સુરતમાં સૌથી વધુ સંક્રમણ હતું તેવા લિંબાયત ઝોનમાં 1187 કેસ થયા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here