ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ પહોંચ્યા જામનગર કલેકટર કચેરી

0
326

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના વધતા જતાં સંક્રમણની સ્થિતિની સમિક્ષા માટે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ બપોરે જામનગર આવી પહોંચ્યા છે. તેમણે કલેકટર, હોસ્પિટલ અધિક્ષક, ડીન તથા આરોગ્ય વિભાગના ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠકનો ધમધમાટ શરૂ કર્યો.

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લાં બે માસથી કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે સતત વધી રહ્યું છે અને રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 41 હજારને પાર કરી ગયો છે તેમજ રાજ્યના અનેક શહેરોમાં છેલ્લાં 15 દિવસથી લોકલ સંક્રમણને કારણે કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યના આરોગ્ય સચિવ આજે જામનગર સહિત સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે.

કોરોના વૈશ્ર્વિક મહામારીમાં લોકલ સંક્રમણે માજા મૂકી છે. જામનગર સહિત રાજ્યમાં લોકલ સંક્રમણ વધતા ગંભીર પરિસ્થિતિના પગલે આજે બપોરે ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જયંતી રવિ જામનગર આવ્યા છે અને આજે બપોરે કલેકટર રવિ શંકર તથા આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી જામનગર શહેર અને જિલ્લાના કોરોનાના કેસો અને તંત્રની કામગીરી અને સમીક્ષા કરી ચર્ચા વિચારણા કરશે તેમજ જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસો કેમ અટકાવવા? તે અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપશે. રાજ્યના આરોગ્ય સચિવ જામનગરની મુલાકાત બાદ રાજકોટ જવા રવાના થશે અને રાજકોટ પણ કલેકટર તથા અધિકારીઓ સાથે બેઠક યોજ્યા બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઇ રાત્રિ રોકાણ રાજકોટમાં જ કરવાના છે એવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

અહેવાલ:સાગર સંઘાણી,જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here