સાંસદ રમેશભાઈ ધડુક ના પ્રયત્નથી કિગિસ્તાનમાં એમ.બી.બી.એસમાં અભ્યાસ કરતો રામાણી સાહેબના પુત્રને ભારત લાવવામાં આવ્યો

0
770

સાંસદ રમેશભાઈ ધડુક તથા રવિભાઈ માકડીયાનો રામાણી પરીવાર આભાર વ્યક્ત કરીયો

ઉપલેટા : માં રહતા દીપકભાઈ રામાણી પુત્ર રાજ કિર્ગિસ્તાન દેશમાં એમ.બી.બી.એસ માં અભ્યાસ કરે છે ત્યાં હાલ ચાલી રહેલ વૈશ્વિક મહામારી કોરોના ને લીધે તે ત્યાં ફસાઈ ગયેલો હતો ત્યાં હોસ્ટેલમાં એકલો જ હતો તેમની હોસ્ટેલના બાકીના તમામ વિદ્યાર્થીઓ પોત પોતાના દેશમાં પરત ફરેલ હતા ત્યાં હોસ્ટેલ માં જમવાનું પણ બંધ થઈ ગયેલ હતું

તે છેલ્લા ૧૨-૧૫ દિવસથી લોકડાઉન ની પરિસ્થિતિ હોય જમવા માટેની અન્ય સગવડ પણ ઉપલબ્ધ ન હતી એમને જમવા માટે માત્ર ને માત્ર બે-ત્રણ ફ્રૂટ જ મળતા હતા તે અહીં ઉપલેટા આવા તમામ પ્રયત્નો કરતો હતો ત્યાંથી આવવા માટે કોઈ જ ફ્લાઇટમાં સગવડતા થતી નહોતી અને મોટાભાગની ફ્લાઇટ ભારત આવવાની કેન્સલ થતી હતી તેમને જમવાનું લગભગ ન મળવાથી શારીરિક રીતે બીમાર અને સમગ્ર હોસ્ટેલમાં એકલો જ હોવાના લીધે માનસિક રીતે સતત તાણ ટેન્શન અને ડિપ્રેશનમાં જતો રહેલ હતો અને ખૂબ જ હતાશ થઈ ગયો હતો

તેમના પરિવારના સભ્યો, સગા વ્હાલા અને મિત્રો સૌ તેની પરિસ્થિતિને લીધે હતાશ અને ટેન્શનમાં આવી ગયેલ હતા ઉપરોક્ત પરિસ્થિતિને લીધે શું કરવું કેમ કરવું કઈ રીતે તેમને ભારત પરત લાવવો તે અંગે સૌ ચર્ચા અને મથામણ કરતા હતા સૌ મિત્રો સગા વાલા પોતપોતાની રીતે શક્ય તેટલી તેમને પરત લાવવા પ્રયત્નો કરી રહ્યા હતા. આવી પરિસ્થિતિ રામાણી સાહેબના મિત્ર રવિભાઈ માકડીયા (પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ) મદદ કરતા કહ્યું કે પોરબંદર મતવિસ્તારના સંસદ સભ્ય રમેશભાઈ ધડુક ને રજૂઆત કરવા જણાવેલ જેથી તેમને ભેગા મળીને ટેલિફોનિક વાતચીત કરી મળવા માટે સમય માગ્યો ધડુક સાહેબ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ અમને ત્યાં એમની ઓફિસે મળવા જવાને બદલે તેઓ ખુદ પોતે અમારી ઘરે મળવા આવેલા મારા પરિવાર જનોને સાંત્વના આપી અને મારા પુત્રને શક્ય તેટલો વહેલામાં વહેલી તકે ભારત લાવવા કહેલ તમને સૌ મિત્રોને આ વાત કરતાં હર્ષની લાગણી અનુભવતા જણાવી હતી

સાસદ ના અથાગ અને અવિરત પ્રયત્નો અને સતત દિલ્હી ઓફિસમાં ટેલિફોનિક અને ઈ-મેલ રામણીના પુત્રને પરત લાવવા પ્રયત્ન કરતા માત્રને માત્ર બે જ દિવસમાં તેમની ઘરે પરત લાવવામાં આવ્યો હતો અને હોમ કવોરનટાઈન કરાયો હતો

રામાણી પરીવારના પુત્રને હિમાલયના પહાડ જેવી મુશ્કેલીને રાયના દાણા જેવી મુશ્કેલીમાં ફેરવીને વ્યક્તિગત રસ લઈને આવી વિકટ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા બદલ તેમને સાસદ રમેશભાઈ ધડુક તથા તથા ડો.નિમેષભાઈ ધડુક રમેશભાઈ ના પુત્ર ફેનીલ કુમાર અને તેમની ટીમ તેમજ રવિભાઈ માકડીયા, નિતીનભાઈ અધેરા,ગોપાલભાઈ જાલાવડીયા કડવા પટેલ સમાજના આગેવાનો સોશ્યલ ગ્રુપ તથા ઓમકાર એપાર્ટમેન્ટ ના સભ્યો મિત્રો, સગા સંબંધીઓ અને અન્ય આગેવાનો તેમજ જે કોઈએ રામણી પરીવાર આ પરિસ્થિતિમાં મદદ કરી એમનો હદય પૂર્વક આભાર માન્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here