સંત શિરોમણી વીરપુર ના પૂજ્ય જલારામ બાપાના અસલી ફોટા ની જાણવા જેવો ઇતિહાસ

0
1157

ગોંડલ રોટરી ક્લબ માં અનેકવિધ સેવા આપતા યોગેન્દ્રભાઈ જોષી એ જણાવ્યું હતું કે તેમના પરદાદા ગોંડલ રાજવી કાળના દિવાન પ્રાણશંકર જોષી ઇ.સ 1952માં લગભગ 85 વરસના હતા. પ્રખર વિદ્વાન અને ચારિત્ર્યશીલ એમનું વ્યક્તિત્વ એ અને મહાત્મા ગાંધી શામળદાસ કોલેજમાં સાથે ભણતા હતા એ સમયે એમણે એક મુલાકાતમાં બાપાના આ ફોટા વિશે અધિકૃત વાત કરેલી છે. જે રોમાંચક છે. જલારામ બાપાનો સમયકાળ તા.4 /11/1799 થી તા.23/2/1881 સુધી નો છે, કારતક સુદ સાતમ સોમવાર વિક્રમ સંવત 1856 થી મહા વદ દસમ, બુધવાર વિક્રમ સંવત 1937) જલારામ બાપાને દિવાન પ્રાણશંકર જોષી એ નાની ઉંમરે જોયેલા ભકતમંડળી સાથે કિર્તન કરતા. એ વખતે ગોંડલ સ્ટેટની જાહોજલાલી ઉચ્ચસ્થાને હતી. ગોંડલ નરેશ જલાભગતને અહોભાવથી માન આપતા હતા સદાવ્રત માટે મદદ કરતા હતા.
પ્રાણશંકર જોષી ના મામા કલ્યાણજીભાઇ એ જમાનામાં નવી નવી ગણાતી ફોટોગ્રાફીના શોખીન હતા એમનો એક મિત્ર નામે Anson જે ડેન્માર્કનો વતની હતો અને ફોટોગ્રાફીમાં નિષ્ણાત હતો. આ બંને જણાએ ભેગા મળી રાજકોટમાં એ વખતે Anson & Kalyanji એ નામે સ્ટુડીયો શરૂ કરેલો હતો. એમાં મુહૂર્તમાં કોઇ પવિત્ર માણસનો ફોટો લેવો એવું નકકી કરેલ. અને એ વખતે કાઠિયાવાડમાં જલાભગત એક પવિત્ર સંત તરીકે લોકોમાં ખુબ જ જાણીતા હતા. એટલે આ બંને મિત્રો સામગ્રી સાથે વિરપુર પહોંચ્યા. એ વખતે વિશાળ કેમેરા અને બેકગ્રાઉન્ડ ગોઠવવામાં દિવસો લાગતા હતા.
બાપા એ વખતે વયોવૃદ્ધ હતા. વિરપુરનું સદાવ્રત ધમધમતું હતું. એની ખીચડીનો સ્વાદ આજની માફક જ એ વખતે પણ સ્વર્ગીય હતો. બંને મિત્રોએ જલાભગતને ફોટો પડાવવા વિનંતી કરી. બાપા એ નમ્રપણે ઇન્કાર કર્યો અને કહ્યું “,મારા તે વળી ફોટા હોય ? તમારે ફોટો લેવો હોય તો મહારાજ સાહેબ છે. આ બાજુમાં ઉભી છે એ ગાય માતાનો લ્યો. કોઇ પારેવાનો ફોટો લો..સાધુઓ પણ છે…હું તો એક પામર વ્યકિત છું.. ” પણ આ બંને દોસ્તો આજીજી કરી બાપાના ચરણોમાં પડયા. એમને દુ:ખી થતા જોઇ બાપાનું ભકત હદય પીગળી ગયું. અને આ ‘ઐતિહાસિક કલીક’ આપણને મળી. બંને મિત્રો બાપાને વંદન કરી..પ્રસાદ લઇ રાજકોટના રસ્તે પડયા..

એ વખતે ફોટા ધોવા માટે પણ જટિલ અને લાંબી પ્રક્રિયા હતી.Vet Process થી એ કામ થતું..મોટી સ્લાઇડોને પાણીથી ધોવામાં આવતી..એ વખતે એટલું બધું પાણી ઢોળાતું કે શેરીઓમાં જોવા મળતું..રાજકોટની ખીજડા શેરીમાં આવેલા એ સ્ટુડીયોમાં જલાભગતનો આ ફોટો આ રીતે જ તસવીર સ્વરૂપ પામ્યો હતો. શરૂઆતમાં એ ગોંડલનરેશ અને દિવાનસાહેબની અંગત લાયબ્રેરીમાં જ પડેલો હતો. પરંતું બાપાના ભકતોની લાગણી જોઇ એ પ્રજા સમક્ષ “વાઇરલ” પણ થઇ જ ગયો. .

બાપાની હયાતીનો એકમાત્ર આ ડોકયુમેન્ટ આપણી મોંઘી વિરાસત છે. એમાં બાપાની ડાબી આંખ સ્હેજ બીડાયેલી છે. કદાચ મોતિયો પણ હોઇ શકે. એ જમાનાની કાઠિયાવાડી પાઘડી અને અંગરખું અને ચહેરા ઉપરની અદભુત આભા આબેહૂબ એક ડેનિશ કલાકારે કંડાર્યાં છે..આજે આ ફોટો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્રબિંદુ છે.

આ સિવાય એક પણ ફોટો જલારામ બાપા નો નથી બીજા જે ફોટા રથ પર, મૂંછો વાળા કે ભગવાને મા વીરબાઈ માતાજી સોંપતા હોય અેવા ફોટા વાઇરલ થાય છે અે આર્ટ ફોટોગ્રાફી ના સમજવા જલારામ બાપા નો એકજ ફોટો છે જે વીરપુર હાલ મંદિર મા ઢોલિયા પર બિરાજે છે. બાજુ મા ફોટો છે અે જલારામ બાપા ની દીકરી જમનાબાઈ ના દીકરા કાળા ભગત ના દીકરા હરિરામ ભગત નો છે જેઓ ભાણેજ ના દીકરા ને બાપા અે દતક લિધિલ બાદ મા અે મંદિર ના પ્રથમ ગાદીપતિ નિમાયેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here