સુંદર પિચાઈએ વડાપ્રધાન મોદી સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી, કંપની ભારતમાં 75,000 કરોડ રોકાશે

0
498
  • ખેડૂતો, યુવાનોના જીવન બદલવા ટેકનોલોજીના વપરાશ સહીત અનેક મુદ્દે ચર્ચા કરી
  • મોદીએ પિચાઈ સાથે ડેટા અને સાઈબર સિક્યોરિટીના મહત્વ અંગે પણ વાત કરી

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુગલના CEO સુંદર પિચાઈ સાથે વર્ચ્યુઅલ મીટિંગ (વિડીયો કોન્ફરન્સિંગ) કરી હતી. PMએ આ અંગે ટ્વિટ કરી જાણકારી આપી હતી. બીજી તરફ, ગુગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટમાં કંપનીએ ભારતમાં રૂ. 75,000 કરોડના રોકાણની પણ વાત કરી છે. નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી અને લખ્યું કે, આજે સવારે સુંદર પિચાઈ સાથે સફળ વાત થઇ, અમે ભારતમાં ખેડૂતો, યુવાનો અને ઉદ્યમીઓના જીવનને બદલવા માટે ટેકનોલોજીના વપરાશ સહીત અનેક મુદ્દે ચર્ચા કરી હતી.

મોદી-પિચાઈએ નવા વર્ક કલ્ચર અંગે ચર્ચા કરી
મોદીએ ટ્વિટ કરી કહ્યું કે, મને ગુગલ દ્વારા અનેક સેક્ટર્સમાં થઇ રહેલા કામો અંગે જાણકારી મળી. ખાસ કરીને એજ્યુકેશન, લર્નિંગ, ડિજીટલ ઇન્ડિયા, ડિજીટલ પેમેન્ટ સહિત અંકે સેક્ટર્સની જાણકારી મળી. પિચાઈ સાથે વાત કરતા કોરોના સમયમાં આગળ આવેલા નવા વર્ક કલ્ચર અંગે ચર્ચા કરી હતી. અમે એવા પડકારો અને ચર્ચા કરી જે વૈશ્વિક મહામારીના કારણે સ્પોર્ટ્સ જેવા ક્ષેત્રોમાં ઉભા થયા છે. અમે ડેટા અને સાઈબર સિક્યોરિટીના મહત્વ અંગે પણ વાત કરી હતી

વિદેશી કંપનીઓના રોકાણ માટે દરવાજા ખુલ્લા રહેશે
મોદીએ તાજેતરમાં એક વૈશ્વિક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભારત તમામ આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે રેડ કાર્પેટ મૂકે છે. અન્ય ઘણા દેશોની તુલનામાં ભારત રોકાણ કરવા માટેનું શ્રેષ્ઠ સ્થાન છે. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે આત્મનિર્ભર ભારત યોજના દેશની આત્મનિર્ભરતા માટે છે, તે વિદેશી રોકાણકારોને બંધ કરવાની વાત નથી.

ગુગલ 75,000 કરોડનું રોકાણ કરશે
ગુગલ ફોર ઈન્ડિયા ઇવેન્ટમાં ગુગલના CEO સુંદર પિચાઇએ કહ્યું કે ગુગલ ભારતના ડિજિટાઇઝેશન માટે અનેક ઘોષણાઓ કરવા માટે ઉત્સાહિત છે. અમે ભારતમાં, આગામી 5-7 વર્ષમાં 75,000 કરોડ અથવા 10 અબજ ડોલર રોકાણ કરશે. આ રોકાણ ઈક્વિટી ઇન્વેસ્ટમેન્ટ, પાર્ટનરશિપ અને ઓપરેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મારફત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here