નવસારીમાં નવા 25 કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા, વધુ 8 કેસ સાથે પોઝિટિવનો આંકડો 281

0
373
  • નવસારીમાં 281 કેસની સામે 131 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા
  • હાલ 135 દર્દીઓ સારવાર હેઠળ જ્યારે 12 લોકોના મોત થયા

નવસારી. જિલ્લાના નવસારી-વિજલપોર નગરપાલિકા, વાંસદા, જલાલપોર અને ગણદેવી તાલુકા વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. આજે નવા આઠ કેસ સાથે આંકડો 281 પર પહોંચ્યો છે. 131 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 12 લોકોના મોત થયા છે. જેથી નવસારી જિલ્લા મેજીસ્ટ્રેટ આર્દ્રા અગ્રવાલે નવસારી જિલ્લાના નવસારી-વિજલપોર નગરપાલિકાના વિજલપોર- જયશકિતનગર, વિજલપોર-આશાનગરના સબુરી ઍપાર્ટમેન્ટ તથા ગોલવાડના વાસુદેવ ઍપાર્ટમેન્ટ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. આ નવા 25 વિસ્તારને ચારેબાજુથી સીલ કરી તેમાંથી બહાર કે અંદર અવર-જવર પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. 

જલાલપોરમાં નવા કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર
જલાલપોર તાલુકાના મરોલી બજારના મહાલક્ષ્મી કોમ્પલેક્ષ, વાંસદા તાલુકાના મોટી વાલઝરના પટેલ ફળિયા, ગણદેવી તાલુકાના કેસલીના ખલીફાવાસ, ગણદેવીના માસા પટેલ ફળિયાને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. આ વિસ્તારને ચારેબાજુથી સીલ કરી તેમાંથી બહાર કે અંદર અવર-જવર પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. 

નવસારી ગણદેવીમાં પણ કેન્ટેઈનમેન્ટ ઝોન
નવસારી તાલુકાના મોલધરાના નવા ફળિયા, ગણદેવી તાલુકાના ધમડાછાના ભટૃ મહોલ્લાને ચારેબાજુથી સીલ કરી દેવાયો છે. ગણદેવી દેવસરના વેંકટેશ્વર નગર સોસાયટી, ચીખલી તાલુકાની થાલા હયાત રેસીડન્સી, જલાલપોર તાલુકાના ઍરૂ કુંભારવાડ, વાંસદા તાલુકાના હનુમાનબારી, ભગતફળિયા વિસ્તારને ચારેબાજુથી સીલ કરી તેમાંથી બહાર કે અંદર અવર-જવર પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. 

હોમ ડિલીવરીની છૂટ
નવસારી-વિજલપોર નગરપાલિકાના શાંતાદેવી રોડના ડાયમંડી સીટી-3, વિજલપોરના નવયુગ નગર, શાંતાદેવી રોડના જનકલ્યાણ સોસાયટી, શાંતાદેવી રોડના ડાયમંડ સોસાયટી, ઝવેરી સડકના ડાયમંડ સીટી સોસાયટી, ઝવેરી સડકના ગ્રીન ઍવન્યુ, જલાલપોરના ખોડિયારનગર, વિજલપોરના પુષ્ટી પ્લેટીનીયમ રેસીડન્સી-૨, વિજલપોરના વિજલ કોલોની, કિષ્ણાનગર, જયશકિતનગર તથા ગણદેવી તાલુકાના બીલીમોરાના પ્રાઇમ રેસીડન્સીવિસ્તારને ચારેબાજુથી સીલ કરી તેમાંથી બહાર કે અંદર અવર-જવર પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડિલીવરીથી ઘરે પહોચાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here