જસદણ તાલુકાના કાળાસર ગામમાં ઉકાળા નુ કયુઁ વિતરણ. કોરોના નો પ્રકોપ દીવસે ને દીવસે વધતો જાય છે ત્યારે કોરોના ના કહેર થી બચવા ઉકાળા નું આયોજન કરવામાં આવ્યું હતું. અને આશરે ૩૦૦૦ થી ૩૫૦૦ ગામનાં લોકોએ આનો લાભ લીધો. કાળાસર ગામનાં યુવા ગ્રુપ ના અને કોઈ પણ કાર્ય માં સેવાકિય ફાળો આપતા ઓમકાર ભાઈ મંડિર, ધ્રુવિલભાઈ કિયાડા, ધવલભાઈ મંડિર, સુનિલભાઈ કાકડિયા, નરેન્દ્રભાઇ મંડિર, ચિરાગભાઈ હરખાણી,બ્રીજેશભાઈ ખૂંટ, રવિ હરખાણી, તથા જગદીશભાઈ ભરાડ દ્વાર
શ્રી અશોકભાઈ ચાંવ (સરપંચ ગોડલાધાર, ડિરેક્ટર APMC જસદણ, આત્મિય ઓઈલ મિલ) *ના સહયોગ થી ઊકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ભાગ રૂપે સર્વ ગ્રામજનોને ઘરે ઘરે જઈને ઊકાળાનો લાભ અપાયો હતો. જેથી કરી ને બધા લોકો એકઠા ન થાય
અહેવાલ: કરશનભાઈ બામટા આટકોટ