વિધાનસભા ચૂંટણીના 9 મહિના પહેલાં વર્ચ્યુઅલ રેલી શરૂ, ચર્ચા છે કે, ‘દીદી-દાદા’ના મનનું ધાર્યું જ થશે, દીદી એટલે મમતા અને દાદા એટલે દબંગ

0
336
  • ભાજપ રોજ 5 લાખ ચોપાનિયાં વહેચી રહી છે, 1 કરોડ ઘર સુધી પહોંચવાનું લક્ષ્ય, અત્યાર સુધી 80 લાખ ઘર સુધી ચોપાનિયાં પહોંચ્યા
  • જાતિના નામે નહીં, સોસાયટી-પોળના લોકો પાર્ટીઓના નામે વહેંચાયા, જાહેરમાં કહે છે કે- આ પાર્ટીને સપોર્ટ કરીશું

નેશનલ ડેસ્ક. પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી આવતા વર્ષે થવાની છે. પરંતુ રાજકિય ખેંચતાણ અત્યારથી શરૂ થઈ ગઈ છે. કોલકાતામાં  ‘બાંગ્લાર ગર્બો મમતા’ના પોસ્ટર લાગી ગયા છે. વર્ચ્યુઅલ રેલીઓ પણ શરૂ થઈ ગઈ છે. ડોર-ટૂ-ડોર સંપર્ક માટે ચોપાનિયા વહેંચવામાં આવી રહ્યા છે. ભાજપ કેન્દ્ર સરકારની સફળતા વિશેના રોજ ચારથી પાંચ લાખ ચોપાનિયા વહેંચી રહી છે. તેમનો ટાર્ગેટ 1 કરોડ ઘર સુધી પહોંચવાનો છે. શનિવાર સુધીમાં 80 લાખ ઘરોમાં ચોપાનિયાં વહેંચવામાં આવ્યા છે.

આ બધુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી મમતા બેનરજી અને બંને ઉપર ‘માતા’ (મેરા આદમી, તેરા આદમી)ની આગળ-પાછળ ઝડપથી ફરી રહ્યું છે. માતાની વાત એટલા માટે કારણકે અહીં પાટીઓ એક-એક વ્યક્તિને કોઈને કોઈ પાર્ટીનું કેડર માને છે અને તે પ્રમાણે જ નિવેદન આપે છે. અહીં જાતીના નામે નહીં પરંતુ સોસાયટી, પોળ, ગામ અને પંચાયતના લોકો પાર્ટીના નામે વહેંચાયેલા છે. તેઓ જાહેરમાં ઈચ્છે તે પાર્ટીને સપોર્ટ કરે છે.

અહીં દાદા અને દીદીનું જ ચાલે છે
લોકોનું કહેવું છે કે, અહીં દાદા અને દીદીનું જ ચાલે છે. દાદા એટલે કે તે વિસ્તારનો દબંગ, તે કોઈ પણ વ્યક્તિ હોઈ શકે છે. પંચાયત સભ્યથી લઈને સાંસદના ધારાસભ્ય સુધી.
દીદી એટલે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી. ભાજપે મમતા અને તેમની સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને વિરોધ શરૂ કરી દીધો છે, જ્યારે મમતા દરેક વાતે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કરવાનું ચૂકતા નથી. બંને પક્ષે એવું વાતાવરણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે, તેમાં હવે કોંગ્રેસ અને ડાબેરીઓ માટે સ્પેસ જ નથી વધી.

ભાજપ ધારાસભ્ય દેવેન્દ્ર નાથ રોયની હત્યાના વિરોધમાં કાર્યકર્તાઓએ વિરોધ-પ્રદર્શન કર્યા

 
TMC માટે પ્રશાંત કિશોર રણનીતિ બનાવી રહ્યા છે
સંગઠન પ્રમાણે જોઈએ તો ભાજપે 23 જિલ્લા વાળા પશ્ચિમ બંગાળમાં 29 જિલ્લા એકમો બનાવ્યા છે. તૃણમૂલની રણનીતિને સંપૂર્ણરીતે ગુપ્ત રાખીને સારુ પરિણામ લાવવા માટે પ્રશાંત કિશોર મહેનત કરી રહ્યા છે.
કોંગ્રેસ અને ડાબેરીઓને આશા છે કે, તૃણમૂલ અને ભાજપમાં ગયેલા લોકો પરત આવવાના છે. લોકસભા ચૂંટણીમાં બંને પક્ષના 20.69 ટકા વોટ ખસી ગયા છે. સૌથી વધારે વોટ ભાજપમાં શિફ્ટ થયા છે. રાહત અને રોજગારીને બંને પક્ષ તેમનો આધાર બનાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેમની નજર 27 ટકાથી વધારે અલ્પસંખ્યક મતોની વાપસી પર અટકી છે.

વર્ચ્યુઅલ રેલીના આધારે વોટબેન્ક બનાવવાનો પ્રયત્ન
ભાજપના મોટા નેતાઓની વર્ચ્યુઅલ રેલીઓ પછી વિધાનસભા પ્રમાણેની રેલીઓ શરૂ થવાની છે. આ રેલીનો મુખ્ય મુદ્દો કોરોના સામે લડવા માટે વડાપ્રધાન મોદી તરફથી જાહેર કરવામાં આવેલું રૂ. 20 લાખ કરોડનું પેકેજ અને મમતા સરકારની નિષ્ફળતાને લોકોની સામે રાખવાનું છે.
બીજી બાજુ તૃણમૂલની રણનીતિ બુથ સુધી પહોંચવાની છે. પાર્ટીના સ્વર્ગસ્થ કાર્યકર્તાઓની યાદમાં દર વર્ષે 21 જુલાઈએ કોલકાતામાં થતા શહીદ સમારોહને કોરોનાના કારણે વર્ચ્યુઅલ રેલીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. આ દિવસોમાં મમતા બૂથ સ્તરના કાર્યકર્તાઓને સંબોધન કરશે. બંને પક્ષની તૈયારીઓ જણાવી રહી છે કે, આ ચૂંટણીમાં પણ લોકસભા ચૂંટમીની જેમ કાંટાની ટક્કર થવાની છે.

તસવીર 6 જુલાઈની છે, ટીએમસી કાર્યકર્તાઓ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો

આજ કારણ છે કે, પાર્ટી કોઈ પણ હોય, નેતાઓ વાતચીતમાં 2019ની લોકસભા ચૂંટણીમાં મળેલા વોટની ચર્ચા કરવાનું નથી ભૂલતા અને તે હિસાબથી જ આગળનું ગણીત સમજાવી રહ્યા છે. પ્રદેશ ભાજપના મહાસચિવ સંજય સિંહ હોય કે તૃણમૂલ સરકારના મંત્રી મંટૂ રામ પાખિરા, બંને લોકસભા અને તે પછી થયેલી પેટા ચૂંટણી પ્રમાણે જીતની આશા રાખી રહ્યા છે. સિંહનું કહેવું છે કે, તૃણમૂલ કરતા આગળ નીકળવા માટે અમને માત્ર 17,28,828 મતનો ગેપ પૂરો કરવાનો છે. જ્યારે પારિખાનું તર્ક છે કે, લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ફરક હોય છે.

લોકસભા ચૂંટણીના ગણીત પર નજર
મોટા માર્જીનની લીડ રાખનાર ભાજપ ઉતર દિનાજપુરા કલિયાગંજ અને ખડગપુરમાં એટલા જ મોટા માર્જિન સાથે પેટાચૂંટણી હારી હતી. ખડગપુર સીટ તો ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષની જ હતી. ભાજપે પહેલાં એ જણાવવું પડશે કે પ્રદેશમાં તેમનો ચેહરો કોણ હશે? દીદી સામે દિલીપ ઘોષનું કોઈ કદ નથી.

ચેહરાના સવાલ પર સંજય સિંહ કહે છે કે, ભાજપ ચેહરા પર નહીં, વિચારધારા પર ચાલે છે. અમને એકલાને જ એટલી સીટો મળી જશે કે અમે સરકાર બનાવી દઈશું. વામ મોરચા સત્તમાં હતા તેથી TMCને 2009માં લોકસભા ચૂંટણીમાં 19 સીટો મળી હતી. તેના બે વર્ષ પછી વિધાનસભા ચૂંટણીમાં તે સત્તામાં આવી. ભાજપને પણ તેવી જ વાપસી મળે તેવી આશા છે.

ગઈ લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીં ખૂબ સારુ પ્રદર્શન કર્યું હતું. આ જ કારણ છે કે, મમતાને આ વખતે પ્રશાંત કિશોરની મદદ લેવી પડી છે. હાલની સ્થિતિમાં બીજેપી અને કેન્દ્ર સરકાર સામે મમતા બેનરજી જેટલા આક્રમક દેખાય છે તેના કરતા વધારે તેઓ બચાવ પક્ષમાં પણ છે. સમાજવાદી જન પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રી અને ઉત્તર બંગાળમાં આદિવાસીઓ અને દલિતો વચ્ચે સક્રિય રંજીત કુમાર રાય જણાવે છે કે, સવાલ એ નથી કે કોની સ્થિતિ મજબૂત છે કે નબળી છે. કોના પક્ષમાં છે કે કોના પક્ષમાં નથી.

તસવીર રવિવારની છે, હુલગી જિલ્લામાં ભાજપ કાર્યકર્તાઓએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું

અમુક લોકોમાં બીજેપી અને TMC બંને પક્ષ માટે નારાજગી
રાયનું કહેવું છે કે, ઘણી સામાન્ય જનતા બીજેપી અને ટીએમસી બંનેથી અસંતુષ્ટ છે. કોરોના સમયમાં સામાન્ય લોકોની સમસ્યાનો ઉકેલ લાવવાની જગ્યાએ બંને મુખ્ય પાર્ટી તેમની રાજનીતિમાં વ્યસ્ત છે. કોરોનાના કારણે ઉભી થયેલી સમસ્યા, મોંઘવારી, બેરોજગારી મામલે લોકોમાં કેન્દ્ર સરકાર સામે નારાજગી છે. જ્યારે રાજ્યમાં ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થાના કારણે ટીએમસી પ્રત્યે ગુસ્સો છે.
રાયનું કહેવું છે કે, આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ, સીપીએમ અને સીપીઆઈનું ગઠબંધન પણ મહત્વનું રહેશે. આ ગઠબંધન ટીએમસી અને બીજેપીના મત કાપશે. ટીએમસીના જેટલા મત કપાશે તેટલો બીજેપીને વધારે ફાયદો થશે. પશ્ચિમ બંગાળમાં પોલીસબળના ઉપયોગનું એક અલગ રાજકારણ છે. કેન્દ્ર તેના પોલીસબળનો ઉપયોગ કરી રહી છે. રાજ્ય સરકાર તેમની પોલીસનો ઉપયોગ કરી રહી છે. ચૂંટણીની નિષ્પક્ષતા ઉપર પણ પરિણામનો આધાર રહેલો છે.

તસવીર 7 જુલાઈની છે, દક્ષિણ કોલકાતામાં પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ સામે વિરોધ પ્રદર્શન કરાયા હતા

ગઠબંધનની પણ શક્યતા
કવિ અને નાટ્યકર્મી મહેશ જયસ્વાલનું કહેવું છે કે, આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજી તેમની સત્તા બચાવવા માચે બીજેપી વિરોધી વોટોનો વહેંચાતા અટકાવવામાં સફળતા મેળવશે. તેઓ કોંગ્રેસ અને ચાબેરી પક્ષોને ચૂંટણી તાલમેલની રજૂઆત કરી શકે છે.
ડાબેરી પક્ષ સાથે સમજૂતી નહીં થાય તો તેઓ કોંગ્રેસ સાથે પણ ચૂંટણી તાલમેલ કરવા માટે તૈયાર રહેશે. કોંગ્રેસ ઈચ્છે છે કે તેની સ્થિતિમાં સુધારો થાય. વિધાનસબા ચૂંટણીમાં તેમની સ્થિતિ સુધરે અને વિશ્વસનીયતા વધતા તેમને આગામી લોકસભા ચૂંટણીમાં પણ ફાયદો થઈ શકે છે.
તે ઉપરાંત નિષ્ણાતોનું માનવું છે કે, આ વિધાનસભા ચૂંટણીમાં દગાખોરીના દરેક રેકોર્ડ ટૂટી શકે છે. ધનબળ અને બાહુબળનો શક્ય તેટલો ઉપયોગ કરવામાં આવશે. ટીએમસીની અંદર જ ચૂંટણી વખતે દગાખોરી કરનાર કાર્યકર્તાઓની સંખ્યા વધી શકે છે. લોકસભા ચૂંટણીમાં પણ તેની ઝલક જોવા મળી હતી. મમતા બેનરજીને પાર્ટીની અંદર અને બહાર બંને જગ્યાએ પડકારોનો સામનો કરવો પડશે. તેમના માટે સત્તા બચાવવી સરળ નહીં હોય. ચૂંટણીપંચ અને કેન્દ્રીય બળોની ભૂમિકા પણ મહત્વની માનવામાં આવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here