- છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના બે તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ
- 25 તાલુકામાં 1 મીમીથી લઈને 3 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે
સુરત. દક્ષિણ ગુજરાતમાં આગાહીના પગલે હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરત સિટીમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો છે.
ચાર દિવસ વરસાદની આગાહી
14 જુલાઇ અને 15 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ-દમણમાં 40 કિ.મી.ની ઝડપ પવન સાથે વરસાદ પડશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. 16થી 18 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, ડાંગ સહિતના વિસ્તારમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને જૂનાગઢ સહિતના વિસ્તારમાં થતા વડોદરા અને ભરૂચમાં અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
તાલુકો | વરસાદ(મીમી) |
સુરત સિટી | 83 |
વલસાડ | 60 |
કામરેજ | 55 |
નવસારી | 46 |
આહવા | 35 |
પલસાણા | 27 |
વાલોડ | 26 |
જલાલપોર | 26 |
ચોર્યાસી | 24 |
ચીખલી | 24 |