સમજણ હોય તો સાઈઝ મેટર ન કરે, 5.5 ફૂટની પ્રજ્ઞાચક્ષું વધુ અને 3 ફૂટના વરરાજાએ લીધા મંગળફેરા

0
134

વામન એટલે કદમાં નાનું અને વિરાટ એટલે કદમાં મોટું, ત્યારે જુનાગઢ શહેરમાં ફક્ત ૦૩ ફૂટનો વામન યુવાન અને ૫.૬ ફૂટની એટલેકે સાડા પાંચ ફૂટની વિરાટ કન્યા સાથે અનોખો લગ્નપ્રસંગ યોજાયો હતો. આ લગ્નપ્રસંગને સફળ બનાવવા જૂનાગઢની સેવાભાવી સંસ્થા સાથે અનેક સમાજશ્રેષ્ઠીઓ જહેમત ઉઠાવી હતી

જુનાગઢ શહેરમાં વામન વરરાજા અને વિરાટ વધુ ના અનોખા લગ્ન યોજાયા હતા. જૂનાગઢની એક સેવાભાવી સંસ્થા આને સમાજના સેવાભાવી અગ્રણીઓના પ્રયાસથી લગ્ન સમારંભ સંપન્ન થયો હતો. જેમાં જન્મથી પ્રજ્ઞાચક્ષુ એવી કન્યાના ઓછી ઊંચાઈ ધરાવતા યુવાન સાથે લગ્ન થયા છે. સાડા પાંચ ફૂટની ઊંચાઈ ધરાવતી કન્યાના 3 ફૂટની ઉંચાઈ ધરાવતા યુવાનના લગ્ન રંગેચંગે સંપન્ન થયા હતા ઉપસ્થિત સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ તેમજ સમાજ શ્રેષ્ઠીઓએ આ પ્રભુતામાં પગલાં માંડતા નવદંપતીને અભિનંદન સાથે આશીર્વાદ પાઠવ્યા હતા

જુનાગઢમાં બી.એડ.નો અભ્યાસ કરતી પ્રજ્ઞાચક્ષુ કન્યા અને પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવાન લગ્નગ્રંથિથી જોડાયા છે. સત્યમ સેવા યુવક મંડળ નામની સેવાભાવી સંસ્થા દ્વારા સુંદર લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે સત્યમ સેવા મંડળ દ્વારા અત્યાર સુધીમાં ૧૮૦૦ જેટલી કન્યાઓના માવતર બની કરીયાવાર સાથે લગ્ન કરાવવામાં આવ્યા છે, ત્યારે વધુ એકવાર આ સંસ્થા દ્વારા વામન યુવાન અને વિરાટ યુવતીના અનોખા લગ્ન કરાવીને સેવાની સુવાસ મહેકાવવામાં આવી હતી .

અહેવાલ- હુસેન શાહ, જૂનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here