સ્ટેટ હાઈવે બંધ થતાં લોકોને 25 કિ.મી દૂર ફરીને જવુ પડે છે
અમરેલી. જિલ્લામાં પડેલા વરસાદના પગલે જુની માંડરડી ગામ પાસે આવેલો પુલ બેસી ગયો છે. જેથી પુલનું રીપેરીંગ કામ શરૂ કરવામાં આવતા રાજુલા- સાવરકુંડલા સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા વાહનચાલકોને હાલાકી
જુની માંડરડી ગામ પાસે આવેલ પુલ બેસી જતા રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યો છે. જેને લઈને પુલ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ઘાતરવડી નદીમાંથી પાઈપલાઈન મુકી ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું. પરંતુ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાઈપો તણાય ગયા હતા. જેને લઈને ડાયવર્ઝન બંધ થઈ ગયું છે. સાવરકુંડલા સ્ટેટ હાઈવે બંધ થતાં હવે લોકોને 25 કિ.મી દૂર ફરીને જવુ પડે છે. જેને લઈને મુસાફરોને ભારે0 હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.