વરસાદના કારણે 16 પંચાયતના મળી રાજ્યમાં 20 રોડ બંધ, મોટાભાગના રસ્તાઓ સૌરાષ્ટ્રમાં પ્રભાવિત થયા

0
445

દેવભૂમિ દ્વારકાના 2 મેજર ડિસ્ટ્રિક્ટ રોડ પણ વરસાદને પગલે બંધ

ગાંધીનગર. રાજ્યમાં છેલ્લા સપ્તાહ અને નવા પડેલા વરસાદને પગલે રાજ્યમાં 20 રોડ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. જેમાં પંચાયતના 16 માર્ગો સામેલ છે. બંધ રોડમાં મોટાભાગના રસ્તાઓ સૌરાષ્ટ્રના છે. દેવભૂમિ દ્વારકામાં 2 મેજર ડિસ્ટ્રિક્ટ રોડ પણ બંધ થયા છે.

અહીં બંધ રોડને પગલે વાહનવ્યવહાર શરૂ નથી થયો
રાજ્યમાં ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં હજુ પણ 20 રોડ વાહનવ્યવહાર માટે ખૂલ્યા નથી. જેમાં રાજ્યના સ્ટેટ હાઈવે 2 અને મેજર ડિસ્ટ્રિક્ટ હાઈવે 2 છે. જ્યારે પંચાયતની હદમાં 16 માર્ગો સામે છે. જેમાં જામનગર અને પોરબંદરમાં 1-1 સ્ટેટ હાઈવે, દેવભૂમિ દ્વારકામાં 2 મેજર ડિસ્ટ્રિક્ટ હાઈવે સામેલ છે. જ્યારે રાજકોટ અને દેવભૂમિ દ્વારકામાં 1 -1, જૂનાગઢમાં 4 અને પોરબંદરમાં 8 મળી કુલ 16 પંચાયતના રોડ બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here