ઉપલેટા તાલુકાના ગણોદ ગામે અતીસય વરસાદ તેમજ વેણુ ડેમના પાણી થી અનેક ખેતરોનું ધોવાણ

0
570

ખેડૂતોની હાલત કફોડી થતા સરકાર સમક્ષ સહાયની માંગ

ઉપલેટા તાલુકામાં પાંચેક દિવસ થી સતત પડી રહેલા વરસાદને લીધે મોજ ડેમ તેમજ વેણુ ડેમમા પાણીની આવક મા સતત વધારો થતાં ડેમોના પાટિયા ખોલવામાં આવ્યા હતા. અચાનક દસેક કેટલા દરવાજા ખોલાતા પાણીનો પ્રવાહ એકદમ આવી જતા ગણોદ ગામમાં તેમજ સીમ વિસ્તારમાં પાણી ઘુસી જવા પામ્યા હતા ગણોદ ગામથી ત્રણેક કી. મી. ના અંતરે સિમ વિસ્તારમાં પાણી ફરી વળતા ત્યાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે પોહચાડવામાં આવ્યા હતા પણ તેમના ઘરોમાં રહેલ અનાજ તેમજ અન્ય તમામ ઘર વખરી પાણીમાં ગરકાવ થવા પામી હતી દોઢેક કી. મી. જેટલા અંતરમા ખુબજ વધુ પ્રમાણમાં પાણી ના વહેણ ને લીધે રસ્તાઓનું ધોવાણ એટલી હદે થઈ જવા પામ્યું હતું કે ડામર અને પથ્થરો ઉખડી અને રોડથી દુર ફંગોળાઈ જવા પામ્યા હતા. તેમજ વેણુ નદીના પાણી અનેક ખેતરોમાં ફરી વળતા તમામ ખેતરોના ઉભા મોલ નું ધોવાણ થયું હતું જેના લીધે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની ચર્ચાઓ સેવાઇ રહી છે.અને ખેડૂતો પણ નિરાશ અને બેબસ થઈ સરકાર સમક્ષ સહાયની અપીલ કરી રહ્યા છે.

અહેવાલ:-કાનભાઈ સુવા ઉપલેટા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here