કોરોના અંગે લોકો સ્વયં જાગૃત રહે તે જરૃરીઃ રાજ્યમંત્રી હકુભા જાડેજા

0
329

જામનગરમાં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રકારના પગલાં લઈ લોકોને સંક્રમણથી બચાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે, ત્યારે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ લોકોને અનુરોધ કર્યો છે કે, લોકો વગર કારણે ઘરની બહાર ના નીકળે, વયસ્કો-વૃદ્ધો, સગર્ભાઓ અને બાળકો ઘરમાં રહે, પરિવારની જે વ્યક્તિ કામથી બહાર જાય તે પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને હાથની સ્વચ્છતાનું ધ્યાન રાખે. વારંવાર સાબુ અને પાણીથી હાથ સાફ કરો અને બહારથી લાવેલી વસ્તુઓ જેવી કે શાકભાજી વગેરે પણ માર્ગદર્શિકા અનુસાર સાફ કરી પછી જ વાપરો.

અનલોકમાં આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૃ થઈ છે ત્યારે કામના સ્થળોએ પણ લોકો ખાસ તકેદારી રાખે તે જરૃરી છે. કોરોનાથી ડરીને નહીં, પરંતુ સાવચેત રહી તેની સામે લડત આપીને નવી આદતો અપનાવીને જીવવાનું છે તેમ ઉમેરી રાજ્યમંત્રીએ જણાવ્યું હતુંકે, લોકોની બેદરકારી એ જીવલેણ બની શકે છે. આ બેદરકારીના કારણે લોકોને જીવ ગુમાવવો પડી શકે છે. આથી જામનગરવાસીઓ વધુ સતર્ક રહે અને સ્વયંની જાતની અને પરિવારની સુરક્ષાનો સતત ખ્યાલ રાખે તો જ આ સંક્રમણથી સમાજને બચાવી શકાશે.

અહેવાલ .સાગર સંઘાણી,જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here