ગોંડલ તાલુકાના દાળિયા ગામે એઠવાડ નાખવા બાબતે યુવાન પર હુમલો

0
340

ગોંડલ તાલુકાના દાળિયા ગામે રહેતા કમલેશભાઈ નરોત્તમભાઈ સોલંકી ના ઘર પાસે પાડોશમાં રહેતા શાંતાબેન વિઠ્ઠલભાઈ સોલંકી દ્વારા એઠવાડ નાખવામાં આવ્યો હોય જે બાબતે કમલેશભાઈ અને તેમના પત્ની એ સમજાવવા જતા શાંતાબેન અને તેના બે પુત્રો કાર્તિક અને હિતેષે ઝગડો કરી લોખંડના પાઇપ વડે હુમલો કરી માર મારી ગંભીર રીતે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી પોલીસે ipc કલમ 324 323 504 506 114 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કે એચ જાડેજાએ હાથ ધરી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here