અમદાવાદ : પોલીસની રાયફલ સાથે ફોટો પડાવનાર બુટલેગર સામે વધુ એક ફરિયાદ, આપી જાનથી મારી નાખવાની ધમકી

0
368

અમદાવાદ : શહેરમાં અનેક ગુનેગારો એવા છે કે જેમના પોલીસ સાથે ગાઢ સંબંધ હોય છે અને પોલીસ પણ પોતાનો સંબંધ ટકાવી રાખતા આવા ગુનેગારોને ખુલ્લો દોર આપી દે છે. આવા જ એક ગુનેગારની સ્થાનિક પોલીસની જગ્યાએ અન્ય ઝોનના ડીસીપીની સ્ક્વોડે ધરપકડ કરતા હવે તેના પાપનો ઘડો ફૂટવા માંડ્યો છે.

કમલ સાબરમતી નામનો નામચીન ગુનેગાર નરોડામાં વોન્ટેડ થયા બાદ તેની સામે વેજલપુરમાં ફરિયાદ નોંધાઈ અને હવે એક જ અઠવાડિયામાં બીજી ફરિયાદ નોંધાતા હવે પોલીસ અધિકારીઓને પણ ના છૂટકે કાર્યવાહી કરવી પડી રહી છે.

ઝોન 4ના નરોડા, એરપોર્ટ, સરદાર નગર પોલીસ સાથે ધરોબો રાખનાર એક વ્યક્તિ કમલ સાબરમતી છે. આ પોલીસ સ્ટેશનના ભલભલા પોલીસ કર્મીઓ કમલને ખૂબ સારી રીતે ઓળખે છે કારણકે કમલ દારૂનો ધંધો કરતો હતો. તેની સામે અનેક કેસ પણ નોંધાયા છે. પોલીસ બેડામાં પણ ચર્ચા છે કે, ઝોન 4માં આવતા તમામ પોલીસ સ્ટેશનના લોકો સાથે કમલને ખૂબ સારા સંબંધો છે. જેથી પોલીસથી તે અવાર નવાર બચતો હતો. ત્યારે તાજેતરમાં ઝોન 2 ડીસીપીની સ્ક્વોડે નરોડના ગુનામાં વોન્ટેડ હોવાથી તેને ચાંદખેડામાંથી પકડી તેની સામે વધુ એક ફરિયાદ વેજલપુરમાં નોંધાવી હતી.

ત્યારે હવે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કમલ સાબરમતી સામે જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સરદારનગરમાં રહેતા ભારતી બહેન ક્રિષ્નાની એ કમલ સામે ફરિયાદ નોંધાવી છે કે, અંગત અદાવત અને જૂની ફરિયાદોને લઈને કમલે તેમના પુત્રને વોટ્સએપ કોલ કરીને મારી નાખવાની ધમકી આપી હતી. ફેબ્રુઆરી માસમાં બનેલી ઘટના બાદ હવે ફરિયાદ આપતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધી આ મામલે કાર્યવાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here