ગોંડલ : સિટી પોલીસ મથકમાં નવનિયુક્ત પી.આઈ એસ. એમ. જાડેજા એ શહેરમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિ ડામવા કમર કસી હોય જેની સૂચનાથી સીટી પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્ટાફના પેટ્રોલીંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ચૌહાણ ને ખાનગી રાહે બાતમી ના આધારે સ્મસાનની પાછળના ભાગે જાહેરમા ઘોડીપાસાના ચાલતા જુગાર પર દરોડો પાડી કુલ રોકડ રૂ.૧૦૮૦૦/- તથા એક સી.એન.જી.રીક્ષા રજી.નં જી.જે.૦૩બી.એક્સ કી રૂ.૫૦,૦૦૦/ તથા એક હીરો એવીન્ટોર જી.જે.૧૦.એ.એન.૬૪૯૪ કી.રૂ.૨૦,૦૦૦/ એમ કુલ ૮૦.૮૦૦/- નો મુદામાલ કબ્જે કરી. ઘોડીપાસા જુગાર રમતા રમજાન રજાકભાઇ ગોરી ઉ.વ ૨૨ રે.ગોડલ ગુદાળા દરવાજા તીરુમાલા શોપીગ મોલ પાસે, રીયાઝ રજાકભાઇ મુલા રે.ગોડલ નાની બજાર ચોરા શેરી, ફીરોજ મુળીમા બાદશાહ રે.ગોડલ ભગવતપરા , સલીમશાહ સર્વદી ફકીર રે.વોરા કોટડા રોડ, હુસેન ઉર્ફે ગંભો આદમાણી મતવા રે.ભગવતપરા, રવિ ઉર્ફે કાતરો હરસુખભાઇ બાવળીયારે.ખોજા ના કબ્રસ્તાન પાસે, બોદુ ગફારભાઇ કટારીયા રે.ભગવતપરા ને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા ઉપરોક્ત દરોડા કાર્યવાહીમાં
પીઆઇ જાડેજા, જયદિપસિંહ ચૌહાણ, વીશ્વરાજસિંહ ચુડાસમા, અરવીદભાઇ વાળા , યુવરાજસિહ ગોહીલ, દીવ્યરાજસિંહ જાડેજા, ખોડુભા ગોહિલ જયસુખભાઇ ગારંભડીયા સહિતનાઓ જોડાયા હતા.