કાલાવડમાં પોલીસને કાયદો શીખવતા પિતા-પુત્રને કાયદાના પાઠ ભણાવ્યા: પોલીસકર્મીઓની બદલીની દ્રઢ આશંકા

0
3509

લોકડાઉનમાં પોલીસ સાથે રકઝક કરી રોફ જમાવનાર પિતા-પુત્રને કાયદાનું જ્ઞાન કરાવતી કાલાવડ ટાઉન પોલીસ :રાજકીય વગનો ઉપયોગ કરીને આરોપી જૂથ પોલીસકર્મીઓની બદલી કરાવવા ઉંધેમાથે

તા.૧૪, કાલાવડ: જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન પોલીસ મથકના પોલીસ સ્ટાફ સાથે માસ્ક પહેરવા જેવી સામાન્ય બાબતે રકઝક કરીને યુવાને વાતનું વતેસર કર્યાની વાતે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. તો લોકમુખેથી અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર ભારત કોરોનારૂપી મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે સમગ્ર ભારતમાં તંત્ર દ્વારા કોરોના જેવા જીવલેણ રૂપથી બચવા માટે પ્રજાને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત અનેક જગ્યાએ લોકો કોરોના સામે બાથ ભીડી રહેલા ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર્સ મનાતા પોલીસ, ડોકટર, સરકારી તંત્રનાં કર્મચારીઓ તથા મેડીકલ સ્ટાફને સહકાર આપી રહ્યા છે તો અનેક જગ્યાએ ઉપરોક્ત કોરોનાનાં યોદ્ધાઓ સાથે રકઝક કરીને પોતાની બહાદુરી બતાવવાના પ્રયત્નો પણ અનેક લોકો કરી રહ્યા છે.

ન્યુઝ અપડેટ્સ મીડિયાને સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, સમગ્ર ઘટના વિષે વાત કરીએ તો ગઈકાલે કાલાવડ તાલુકા મથકનાં મહિલા ફોજદાર વઘાસીયા તથા પોલીસ સ્ટાફ કાલાવડ ટાઉનનાં મેઈન બજાર વિસ્તારમાં ચેકિંગમાં હતા ટે દરમ્યાન ત્યાંથી માસ્ક પહેર્યા વિના પસાર થતા યુવાનણી પૂછપરછ કરતા યુવાન પોતે મુળિલા ગેઇટ પાસે કાપડની દુકાન ધરાવતો હોય અને પોતાનું નામ નિશાંત ઘનશ્યામ ઉદેશી જણાવ્યું હતું અને માસ્ક ન પહેવા બાબતે પોલિસે જાણ મેળવતા યુવાને ઉલટા ચોર કોટવાલ કો ડાટે કહેવતણી જેમ પોલીસની સામે ઉગ્રતાભર્યું વર્તન કરી “તમે દરરોજ માસ્ક માટે મને શું કામ કહો છો ? તમે શા માટે માસ્ક માટે હેરાન કરો છો? ” તેવું જણાવ્યું હતું.

ત્યારબાદ ફોજદાર વઘાસીયાએ યુવાનને પોલીસ સ્ટેશન લઇ જઈને જાહેરનામાંના ભંગ બદલ ગુનો નોંધવાની કાર્યવાહી શરુ કરાવી હતી જેને લઈને યુવાન વધુ ઉગ્ર બન્યો હતો અને પોતાના પિતાને બોલાવ્યા હતા ત્યારબાદ યુવકનાં પિતાએ પોલીસ સ્ટેશન આવી મનફાવે તેવી બીભત્સ ભાષામાં પોલીસ સાથે વર્તન કર્યું હતું ઉપરાંત પોલીસ સ્ટેશનનાં કોમ્પુટરને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જેને લઈને પોલીસે પિતા -પુત્રને કાયદાના પાઠ ભણાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, લોકોના રક્ષક સામે આવા લોકો સહકાર આપવાના બદલે પોતાની બહાદુરી બતાવવા માટે પ્રયત્નો કરીને પોતાની રાજકીય વગ દ્વારા અધિકારીઓ-કર્મચારીઓની બદલી કરાવી રાહતનો શ્વાસ અનુભવતા હોઈ છે. પરતું ખરેખર આ બાબતે ઉચ્ચ અધિકારો દ્વારા યોગ્ય તપાસ થાય તો સત્યતા બહાર આવે તેવી સંપુર્ણ શક્યતાઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here