ગોંડલ મોટા ઉમવાડા રોડ પર ગોડાઉનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ- 3420 કિ.રૂ. 1026000 નો જથ્થો પકડી પાડતી એલસીબી પોલીસ

0
1467

ગોંડલ શહેર તેમજ પંથક વિદેશી દારૂનું પીઠું બનવા તરફ જઇ રહ્યું હોય રોજ રોજ પોલીસની વિવિધ બ્રાન્ચ દ્વારા દારૂ અંગેના દરોડા પાડવામાં આવી રહ્યા હોવા છતાં પણ બુટલેગરોએ હાર માની ન હોય વધુ ને વધુ સ્ટોક એકઠો કરી રહ્યા હોય ત્યારે અત્રેના ઉમવાડા રોડ પર ભાડાના ગોડાઉન માં એલ.સી.બી પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો

એલસીબી પીઆઇ એમ.એન.રાણા ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, બ્રિજરાજસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, મયુરસિંહ જાડેજા, રહિમભાઇ દલ તથા ડ્રાઇવર નરેન્દ્રભાઇ દવે
સહિતનાઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મળેલી હકિકત આધારે ધવલભાઇ રશિકભાઇ સાવલીયા રહે- રાજકોટ, કોઠારીયા રોડ, સ્વાતિ પાર્ક વાળા ભાડે થી રાખેલ પોતાના ભોગવટાનું ગોંડલ, મોટા ઉમવાડા રોડ ઉપર આવેલ ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદે રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ EPISODE GOLD WHISKY ની કુલ બોટલો નંગ-3420 કિ.રૂ. 1026000 નો મુદામાલ પકડી પડ્યો હતો અને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા

અહેવાલ . ગોંડલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here