છેલ્લા 24 કલાકમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ, જલાલપોર અને સુરતમાં 4 ઈંચથી વધુ

0
322
  • છેલ્લા 24 કલાકમાં નવસારીમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો
  • દક્ષિણ ગુજરાતના ચાર તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ

સુરત. હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારી જિલ્લાના જલાલપોર અને સુરતમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નવસારી જિલ્લાના જલાલપોર અને સુરતમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. નવસારી સિટીમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ચાર તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકનો વરસાદ

તાલુકોવરસાદ(મીમી)
જલાલપોર112
સુરત સિટી109
નવસારી સિટી73
ચોર્યાસી69
વલસાડ57
પલસાણા56
પારડી55
ગણદેવી39
નિઝર35
ડોલવણ23
ચીખલી22

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here