સુરતમાં સરકારી ચોપડે 6 દિવસમાં 92 મોત, ફાયરે કોરોનાથી મૃત્યુ પામેલા 171ની અંતિમવિધિ કરી

0
835

9થી 14 જુલાઈ સુધીમાં સ્મીમેરમાંથી 56, સિવિલમાથી 52, પ્રાઇવેટમાંથી 63 મૃતદેહનો નિકાલ કરાયો

સુરત. સુરત પાલિકાની ફાયરની ટીમે છેલ્લાં છ દિવસથી કોરોના ગાઇડલાઇન હેઠળ અંતિમ સંસ્કાર કરાવવાની કામગીરી શરૂ કરી છે. જે મુજબ અત્યાર સુધી 171 બોડીને અંતિમદાહ આપવામાં આવ્યો છે. સુરતમાં અત્યાર સુધી 900થી વધુ બોડીનો નિકાલ થઈ ચૂકયો છે અને એક-બે દિવસમાં તે હજારનો આંક પણ વટાવી જશે એમ હાલની પરિસ્થિતિ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. 

ફાયરના સૂત્રના જણાવ્યા અનુસાર, 9 જુલાઇથી ફાયરની ટીમે પણ પ્રાઇવટે, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાંથી બોડીને સ્મશાનગૃહ સુધી લઈ જવાની સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરી છે, જેમાં 14મી જુલાઈ સુધી કુલ 171 જેટલી બોડીનો નિકાલ કરાયો છે. ફાયર દ્વારા સ્મીમેરની 56, પ્રાઇવેટની 63 અને સિવલિની 52 બોડીનો નિકાલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સરકારી ચોપડે છ દિવસમાં 92 લોકોનાં જ મોત થયા હોવાનું દર્શાવાયું છે. 

ઈન્જેક્શનની કાળા બજારી કરનાર મિતુલ શાહને લાજપોર જેલ ધકેલાયો
ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કોરોનાની સારવાર માટે વપરાતા 40 હજારના ઈંજેક્શન કાળાબજારીનું સમગ્ર કૌભાંડ પકડી પાડ્યું હતું. ઉમરા પોલીસે ન્યૂ શાંતિ મેડિસિન્સના માલિક મિતુલ શાહ(32)(વાત્સલ્ય હાઇટસ, પાલ-અડાજણ)ની સોમવારે ધરપકડ કરીને લાજપોર જેલમાં મોકલી આપ્યો છે. 

કોરોનાના ચેપના ડરથી હીરાના વેપારીનો આપઘાત
સુરતમાં 65 વર્ષીય હીરાના વેપારીએ કોરોનાના ચેપના ડરથી આપઘાત કરી લીધો હતો. રવિવારે રિપોર્ટ કરાવ્યા બાદ હીરાના વેપારી વિનોદ ખખ્ખર સવારે ઘરના સભ્યોને જાણ કર્યા વગર મોપેડ લઈને નીકળી ગયા હતાં. બે દિવસની શોધખોળના અંતે તાપી નદીમાંથી  તેમને મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, મૃતકનો ચેપ કોઈને ન લાગે તે માટે તેમણે આપઘાત કરી લીધો હોય તેવી સંભાવના છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here