ગીર ગઢડા તાલુકાના આંકોલાડી સહિત 10 જેટલા ગામડાઓ રસ્તનાં વાંકે ચોમાસામાં વિખુટા પડી જાય છે રસ્તો બનાવવા ગ્રામ્યજની માંગ ઊઠી છે.

0
376

એક તરફ વિકાસ ની વાતો તો બીજી તરફ આમ નાગરિક નિ વ્યથા જે કદી ખતમ નથી થતી ગિરગઢડા તાલુકા નું એક ગામ દાયકા ઓથી માત્ર રોડ અને પુલ ની માંગ કરી રહ્યું છે પરંતુ તંત્ર ના બહેરા કાને આ સમસ્યા અથડાઈ ને નિર્જીવ બની જાય છે સામાન્ય રીતે ગ્રામ્ય પંથક ના લોકો ની અપેક્ષા ઓ બહુ નાની હોય છે શહેરો ની ઝાકમઝોળ થી અલિપ્ત રીતે માત્ર લાઈટ પાણી અને રોડ હોય એટલે આમ ગ્રામજન ખુશ થઈ જાય છે પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે ચૂંટણી સમયે આપેલા વચનો નેતા ઓ ભૂલી જાય છે અને કાગળ માં તૈયાર કરેલ પ્લાન સરકારી બાબુ ઓ…..અંતે હતાશ ગ્રામજન સરકારી કચેરી ઓમાં આવેદનપત્ર આપી ને રોડ રસ્તા બનશે એની અપેક્ષા માં રાહ જોયા કરે છે ….

વાત છે ગઢડા તાલુકા ના અંકોલાડી ગામ ની અહીં રોડ બન્યો એને 30 દાયકા વીતી ગયા છે ત્યારબાદ ની બદતર સ્થિતિ ના રોડ પર આવજા કરવા ગ્રામજનો મજબુર બન્યા છે ચોમાસા માં તો સ્થિતિ એટલી વિકટ થાય છે કે અંકોલાડી ગામ અનેક ગામો થી વિખૂટું પડી જાય છે આજુબાજુ ના 10 ગામો નો એકબીજા થી સંપર્ક કપાઈ જાય છે ગામ માં જવા માટે ન નાના નાળા છે ન રસ્તો….ચોમાસા ની ઋતુ માં 108 સહિત ની તમામ સેવા અહીં આવી નથી શકતી …આજુબાજુ ના 3 ગ્રામપંચાયત દ્વારા રોડ બનાવાની માંગ કરાઈ છે લોકો નો ઉબળ ખાબળ રોડ પર અકસ્માત નો પણ ભય રહે છે ત્યારે અંકોલાડી થી જરગલી ગામ સુધી ના રોડ માટે ગ્રામજનો એ ઉગ્ર માંગ કરી રહ્યા છે.

અહેવાલ . હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here