- વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડેનો હેતું સ્કિલ દ્વારા રોજગારીનું મહત્વ સમજાવવાનો છે
- ભારતના વર્કફોર્સમાં 2.3% લોકો એવા છે જેમની પાસે કોઈ જોબ સ્કીલ છે
નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ કોન્કલેવમાં સંબોધન શરૂ કર્યું છે. વર્લ્ડ યુથ સ્કિલ્સ ડેના પ્રસંગે મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલોપમેન્ટ એન્ડ એન્ટરપ્રેન્યોરશીપ મિનિસ્ટ્રી આ કોન્કલેવનું આયોજન કરી રહી છે. આજે નેશનલ સ્કીલ ડેવલોપમેન્ટ મિશનની પાંચમી એનિવર્સરી પણ છે. મોદીએ 15 જુલાઈ 2015ના રોજ આ મિશનની શરૂઆત કરી હતી. દર વર્ષે 15 જુલાઈએ વર્લ્ડ યુથ સ્કિલ્સ ડે મનાવવામાં આવે છે.
દર વર્ષે 15 જુલાઈએ વર્લ્ડ યુથ સ્કિલ્સ ડે મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના રિકગનાઈઝ્ડ આ ઈવેન્ટ દ્વારા યુવાઓને સ્કિલ દ્વારા રોજગાર અને એન્ટરપ્રેન્યોરશીપ પર ભાર આપવામાં આવે છે. સાથે જ હાલના અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સ્કિલના મહત્વ પર ફોકસ કરવામાં આવે છે. ભારતના વર્કફોર્સમાં માત્ર 2.3 ટકા લોકો જ એવા છે, જેમની પાસે કોઈ જોબ સ્કીલ છે.