ધીમીધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
ઉના. સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. ત્યારે ઉના અને દીવ પંથકમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. આ સાથે જ ગીર ગઢડા પંથકમાં ધીમીધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. મહત્વનું છે કે આગામી 17થી 23 તારીખ દરમિયાન સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દીવમાં સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ
દીવમાં આજે વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ સાથે જ દીવનું વાતાવરણ પણ રમણીય બન્યું છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD(હવામાન વિભાગ) દ્વારા PPT રજૂ કરી આગામી અઠવાડીયામાં 17થી 23 જુલાઇ દરમિયાન સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે