નવા DGPની નિમણૂક માટે પોલીસ ઉચ્ચાધિકારીઓ લોબિંગ કરવા લાગ્યા, અસ્થાના અને ભાટિયા રેસમાં અગ્રેસર

0
321

હાલ નવા DGP માટે બે નામોની ચર્ચા ચાલી રહી છે ત્યારે તેમની નજીકના લોકોએ પોસ્ટિંગ માટે પ્રયત્ન શરૂ કર્યા

ગાંધીનગર. ગુજરાત રાજ્યના હાલના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)  શિવાનંદ ઝાને કોરોના સમયમાં એક્સટેન્શન મળી ગયું હતું. પરંતુ હવે આ મહિનામાં તેમનો એક્સટેન્શન સમય પૂર્ણ થાય છે. તેવામાં હવે કોના શીરે DGPનો તાજ મુકાશે તેના પર સૌની નજર છે. ત્યારે DGP માટે બે નામો પર ચર્ચા ચાલે છે. તેમની નીચેના પોલીસ અધિકારીઓ હાલ લોબિંગ કરવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે.

અસ્થાનાનું નામ ટોપ પર
હાલ અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા અને સેન્ટ્રલ ડેપ્યુટેશન પર રહેલા રાકેશ અસ્થાના DGPની રેસમાં છે. તેમાં પણ રાકેશ અસ્થાનાના નામની ચર્ચા હાલ ટોપ પર છે. હજુ તો નવા DGP નિમાયા નથી ત્યારે કેટલાક પોલીસકર્મી પોતાનું લોબિંગ કરવા લાગ્યા છે અને તેમની પોસ્ટિંગ માટે પ્રયત્ન કરી રહ્યા છે.

DGP માટે નવા નામો પણ રેસમાં આવે તેવી શક્યતા
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, હાલ કેટલાક પોલીસ અધિકારીઓ પોતે નવા DGP તેમના માનીતા અધિકારી બનશે તેવું માનીને પોસ્ટિંગ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જેમાં બીજા અધિકારીઓને પણ પોતાના સંપર્ક અને સંબંધની વાતો કરીને પોતે કી પોસ્ટ મેળવશે તેવી વાતો કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી DGPની રેસમાં નવા નામ આવે તો નવાઈ નહીં તેવું ટોચના અધિકારી માની રહ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here