મોદી સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો : આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવા અને બિલ્ડીંગ પાડવા પર પ્રતિબંધ

0
145

કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સેન્ટ્રલ વિસ્ટા એટલે કે દિલ્હીમાં નવા સાંસદ સાથે જોડાયેલા નિર્માણ સંબંધિત અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટે સુનમણી કરી છે. આ દરમિયાન કોર્ટે કહ્યું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ વાળી જગ્યાએ કોઈ ઝાડ નહીં કપાય. સુપ્રીમ કોર્ટની પેનલે આ અરજીના એક ગ્રુપ પર સુનવણી કરી જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણ કાર્યની રીત પર વાંધો ઉઠાવ્યો છે.

  • …ત્યાં સુધી નિર્માણકાર્ય અથવા ઈમારતને પાડવાની પરવાનગી નહીં 
  •  આ યોજના 20,000 કરોડ રૂપિયાની છે
  • 10 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા સંસદની આધાર શિલા મુકશે

…ત્યાં સુધી નિર્માણકાર્ય અથવા ઈમારતને પાડવાની પરવાનગી નહીં 

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે સેન્ટ્રસ વિસ્ટા પ્રોજેક્ટનો વિરોધ કરનારી પેન્ડિંગ અરજીઓ પર કોઈ ચૂકાદો આવે નહીં ત્યાં સુધી નિર્માણકાર્ય અથવા ઈમારતને પાડવાની પરવાનગી નહીં આપે. સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ‘સેન્ટ્રલ વિસ્ટા’ પ્રોજેક્ટના નિર્માણને લઈને સરકારના વિચારોની જાણકારી આપવા માટે કેન્દ્રને 5 મિનિટનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે જરુરી કાગળની કાર્યવાહી કરી શકે છે તથા પાયો રાખવાના નક્કી સમારોહને આયોજિત કરી શકે છે.

10 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા સંસદની આધાર શિલા મુકશે

કેન્દ્રએ ન્યાયાલયને ભરોસો અપાવ્યો છે કે તે આ મામલા પર મુખ્ય અદાલતનો ચૂકાદો આવવા સુધી વિસ્ટા પ્રોજેક્ટની ઈમારતને પાડવા કે નિર્માણનું કામ નહીં કરે. જો કે કોર્ટે કેન્દ્રને સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના માટે આધારશીલા રાખવાનો કાર્યક્રમ આયોજિત કરવાની પરવાનગી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે 10 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવા સંસદની આધાર શિલા મુકશે.

સરકાર યોજનાના ભાગ રૂપે નવું સંસદ ભવન બનાવવામાં માંગે

ઉલ્લેખનીય છે કે ટાટા પ્રોજેક્ટસ લિમિટેડે 861.90 કરોડના ખર્ચે નવા સંસદ ભવનના નિર્માણની માટેની બિડ જીતી લીધી હતી. જ્યારે લાર્સન અને ટુબ્રો લિમિટેડ L & T એ 865 કરોડની બોલી લગાવી હતી.  નરેન્દ્ર મોદી સરકાર નવી દિલ્હીમાં કેન્દ્રીય વિસ્ટાના પુનર્વિકાસની યોજનાના ભાગ રૂપે નવું સંસદ ભવન બનાવવામાં માંગે છે. રિપોર્ટ અનુસાર સંસદના ચોમાસા સત્રના અંત પછી નવા બિલ્ડિંગ પર કામ શરૂ થવાની સંભાવના છે.

આ યોજના 20,000 કરોડ રૂપિયાની છે

મોદી સરકારની આ યોજના 20,000 કરોડ રૂપિયાની છે. 20, માર્ચ, 2020એ કેન્દ્રની સંસદ, રાષ્ટ્રપતિ ભવન, ઇન્ડિયા ગેટ, નોર્થ બ્લોક અને સાઉથ બ્લોક જેવી સંરચનાઓ દ્વારા ચિન્હિત લુટિયન્સ દિલ્હીના કેન્દ્રમાં લગભગ 86 એકડ ભૂમિથી સંબંધિત ભૂમિ ઉપયોગમાં બદલાવને સૂચિત કર્યું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here