હવે સુરતનાં બજારમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવા આઈસક્રીમ ઉપલબ્ધ થયા

0
310

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે તેવામાંસુરતીઓનાં સ્વાસ્થ્યને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સુરતીલાલાઓ માટે ઇમ્યુનિટી બુસ્તર આઈસક્રીમ સુરતનાં બજારમાં આવી ગયું છે સુરત શહેરની જાણીતી આઈસ ક્રીમ વિક્રેતા બ્રાન્ડ મનમોહક આઈસક્રીમ દ્વારા આ આઇસક્રીમનું ઉત્પાદન કરવામાં આવ્યું છે મનમોહક આઈસ્ક્રીમનાં ઓનર શ્રી દિપકભાઈ કોઠારીએ આ આઇસ્ક્રીમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આ વાયરસની સામે રક્ષણ આપતી અને ઇમ્યુનિટી ની ખુબ જરૂર છે તે આ વાતને ધ્યાનમાં રાખીને મનમોહક આઈસક્રીમ રૂઘનાથપુરા બાનડ દ્વારા ઇમ્યુનિટી આઈસક્રીમ ગ્રાહકો માટે બજારમાં લઈને આવ્યા છે આ આઈસ્ક્રીમમાં આયુર્વેદિક તત્વો જેવા કે લવંગ, સૂંઠ, તજ, તુલસી, એલચી વગેરે જેવાં બીજા અનેક રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવા તત્વોનો ખાસ ઉપયોગ કરીને આ આઈસ્ક્રીમ બનાવવામાં આવ્યું છે જેથી ગ્રાહકોની રોગપ્રતિકારક શકિત પણ જળવાઈ રહે

અહેવાલ.સુનિલ ગાંજાવાલા ,સુરત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here