9.70 લાખ કેસઃ એક દિવસમાં રેકોર્ડ 32,607 દર્દી વધ્યા, દેશમાં કોરોના સંક્રમણથી 99 ડોક્ટર્સના મોત, 1302 સંક્રમિત

0
404
  • ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને કહ્યું કે, અમે ડોક્ટર્સને સાવધાની રાખવા માટે એલર્ટ આપ્યું છે.
  • દેશમાં બુધવારે સૌથી વધુ 233 મોત મહારાષ્ટ્રમાં થયા, અત્યાર સુધી કુલ 24,928 લોકોના મોત

નવી દિલ્હી. દેશમાં સંક્રમિતોની સંખ્યા 9 લાખ 70 હજાર 169 થઈ ગઈ છે. તો આ તરફ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને કહ્યું કે, અત્યાર સુધી દેશમાં 99 ડોક્ટર્સના કોરોનાના કારણે મોત થયા છે. કુલ 1302 ડોક્ટર્સ સંક્રમિત થયા છે. અમે ડોક્ટર્સને સાવધાની રાખવા માટે રેડ એલર્ટ આપ્યું છે. 
covid19india.org વેબસાઈટ પ્રમાણે, બુધવારે 32 હજાર 607 નવા કેસની પુષ્ટી કરાઈ છે.આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. મહારાષ્ટ્રમાં બુધવારે 7975 નવા દર્દી મળ્યા અને 233 મોત થયા હતા.

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ ભોપાલ જિલ્લા પ્રશાસને બુધવારે કહ્યું કે, શહેરમાં સાર્વજનિક સ્થળે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ, તહેવાર અને જુલુસ વગેરેનું આયોજન કરવામાં નહીં આવે. મૂર્તિ વગેરે સ્થાપિત કરવામાં નહીં આવે. સાથે જ ગ્વાલિયરમાં પણ 127 સંક્રમિત મળ્યા છે. અહીંયા સંક્રમણની ચેઈન તોડવા માટે 7 દિવસનો કર્ફ્યુ લગાવાયો છે. છેલ્લા આઠ દિવસમાં 674 કેસ મળ્યા છે.


મહારાષ્ટ્રઃ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા પોણા ત્રણ લાખની પાર પહોંચી ગઈ છે. રાહતની વાત તો એ છે કે દર્દીઓના સાજા થવાની ટકાવારી વધીને 55%થી વધુ થઈ ગઈ છે. મુંબઈ મહાનગર પાલિકાએ જણાવ્યું કે, છેલ્લા 48 કલાકમાં મુંબઈમાં 62 લોકોના મોત થયા છે. આ સાથે જ મુંબઈમાં મૃતકોની સંખ્યા 5464 થઈ ગઈ છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં ત્રણ દિવસથી દરરોજ 40 હજાર ટેસ્ટ કરાઈ રહ્યા છે. રાજ્યના મુખ્ય સ્વાસ્થ્ય સચિવ અમિત મોહન પ્રસાદે જણાવ્યું કે, અમે દરરોજ 50 હજાર ટેસ્ટનો ટાર્ગેટ સેટ કર્યો છે. બુધવારે રાજ્યમાં 45 હજાર 302 ટેસ્ટ કરાયા હતા. અત્યાર સુધી ઉત્તરપ્રદેશમાં 12 લાખ 77 હજાર 241 સેમ્પલની તપાસ કરાઈ છે.તો આ તરફ મુખ્યમંત્રી કાર્યાલયના સોશિયલ મીડિયા સેલમાં એક સ્ટાફકર્મી સંક્રમિત મળી આવ્યો છે.

રાજસ્થાનઃ રાજ્યમાં બુધવારે કોરોનાકાળ દરમિયાન સૌથી વધુ 866 દર્દી મળવાનો રેકોર્ડ બન્યો હતો. સાથે જ જયપુરમાં 02, અજમેર, ભરતપુર, ઝૂંઝનૂ અને ઉદયપુરમાં  1-1 દર્દીના મોત થયા છે. પ્રવાસી સંક્રમિતોની સંખ્યા પણ 6307 થઈ ગઈ છે. કુલ ટેસ્ટિંગ પણ 11 લાખને પાર પહોંચી છે.

બિહારઃ રાજ્યમાં ગુરુવારે 31 જુલાઈ સુધી લોકડાઉન રહેશે. પ્રશાસને બીજા જિલ્લામાં જતા વાહનો માટે પાસની અનિવાર્યતા ખતમ કરી છે. પહેલાની જેમ રિક્ષા અને ટેક્સી ચાલશે. તપાસ દરમિયાન આવવા જવા માટેનું યોગ્ય કારણ જણાવવું પડશે. કારણ વગર નીકળેલા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. સવારે 6 વાગ્યાથી રાતે 10 વાગ્યા વચ્ચે દૂધ, કરિયાણા, દવા, પશુચારાની દુકાનો ખુલ્લી રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here