વાવડીમાં 2304 અને મવડીમાં 1020 આવાસ બનાવાશે, આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત

0
367

રાજકોટ. રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની ગુરુવારે બેઠક બોલાવવામાં આવી છે. જેમાં 287 કરોડ રૂપિયાના ખર્ચે મવડી અને વાવડીમાં 3324 આવાસ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવા, ઇન્દિરા સર્કલ બ્રિજ નીચે 19 લાખના ખર્ચે ટોઇલેટ, વોર્ડ નં.7માં 1.6 કરોડના ખર્ચે આધુનિક આરોગ્ય કેન્દ્ર બનાવવા સહિતની 32 દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે. 

સ્ટેન્ડિંગ કમિટીમાં મવડી કણકોટ રોડ પર 1 બીએચકેના 180 સહિત 220, મવડી મુક્તિધામ સામે 80 ફૂટ રોડ પર 420 ફ્લેટ, વાવડીમાં તપન હાઇટ્સ રોડ પર 1 બીએચકેના 1248, એક રૂમ,  રીડિંગ રૂમ, રસોડુંના 624 ફ્લેટ, પાળ રોડ પર 432 ફ્લેટ બનાવવા માટે 287 કરોડનું કામ આપવા માટે દરખાસ્ત મૂકવામાં આવી છે. આ ઉપરાંત 150 ફૂટ રિંગ રોડ ઇન્દિરા સર્કલ બ્રિજ નીચે પબ્લિક ટોઇલેટ બનાવવા 18.75 લાખનો ખર્ચ કરવા, વોર્ડ નં.7માં હયાત આરોગ્ય કેન્દ્રને તોડી ત્યાં 1.60 કરોડના ખર્ચે આધુનિક આરોગ્ય કેન્દ્ર ઊભું કરવા, મવડી બાપા સીતારામ ચોકથી શિવમ પાર્ક સુધી તથા આમ્રપાલી ફાટક પાસે અન્ડરપાસમાં, કોઠારિયામાં સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ મેઇન રોડના છેડે વરસાદી પાણીનો નિકાલ કરવા પાઇપલાઇન નાખવા સહિતની 32 દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે.