લગભગ 3થી 4 સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
રાજકોટ. આજે વહેલી સવારે રાજકોટ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભાયા છે. ત્યારે ગોંડલનાં કોલીથડમાં હાઈસ્કૂલની છત ધરાશાયી થઈ હતી. જો કે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી. બીજી તરફ દાળીયામાં ભૂકંપના કારણે મકાનની દિવાલોમાં તીરોડો પડી ગઈ હતી. લગભગ 3થી 4 સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
કોલીથડમાં હાઈસ્કૂલની છત ધરાશાયી
ગોંડલ પંથકમાં આજે વહેલી સવારે 7.39એ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે ગોંડલના કોલીથડ ગામની જી.બી.કોટક હાઈસ્કૂલની છત ધરાશાયી થઈ હતી. સદનસીબે સ્કૂલ બંધ હોવાથી જાનહાની થઈ નથી. બીજી તરફ દાળીયા ગામે ભૂકંપના આંચકાથી દિવાલોમાં તીરાડો પડી ગઈ હતી અને લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં.
ગોંડલમાં ભુકંપનો તીવ્ર આંચકો
સવારે 7:39 કલાકે ગોંડલમાં તીવ્ર માત્રા સાથે ભુકંપનો આંચકો આવતાં લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં. સવારે સંગ્રામસિંહજી હાઇસ્કુલનાં મેદાનમાં તથાં અન્ય સ્થળે વોકિંગ કરી રહેલા લોકોએ પણ તિવ્ર આંચકો અનુભવ્યો હતો. સંગ્રામસિંહજી હાઇસ્કુલનો ટાવર પણ ધ્રુજી ઉઠ્યાંનું વોકિંગ કરી રહેલાં રણવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
અહેવાલ: ગોંડલ