કાલાવડ તાલુકાના બેરાજા, ભલસાણ, સરાપાદર, લલોઈ, ખાનકોટડા, ખંઢેરા અને બાંગામાં ભૂકંપના આંચકા અનુભવાયા
જામનગર: જિલ્લાના કાલાવડ તાલુકામાં આજે ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રીના 9:35 કલાકે 3.2 રિચટર સ્કેલનો આંચકો આવ્યા હતો. જેમાં જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બેરાજા, ભલસાણ, સરાપાદર, લલોઈ, ખાનકોટડા, ખંઢેરા અને બાંગામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સાથે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.