જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ પાસેના તળાવમાંથી કિશોરની લાશ મળી આવી

0
438

ફુલકું નદીમાં માતા-પિતા સાથે કપડા ધોવા ગયેલા યુવાનનું ડૂબી જવાથી મોત

જામનગર.  શહેરના લાખોટા તળાવના પાછલા ભાગમાં ન્હાવા પડેલા કિશોરનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. ફાયરબ્રિગેડે તેનો મૃતદેહ એક કલાકની જહેમત બાદ શોધી કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજા બનાવમાં ભાણવડની ફલકુ નદીમાં માતા-પિતા સાથે કપડા ધોવા ગયેલા યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે.

અકસ્માતે નદીમાં પડી જતાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું
શહેરના એસ.ટી. નજીક આવેલા લાખોટા તળાવના પાછલા ભાગમાં આજે બપોરે 12 વાગ્યાના સુમારે એક યુવક ડૂબી ગયો હોવાનો ફોન ફાયરબ્રિગેડમાં આવતા ફાયર સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પાછલા તળાવમાં શોધખોળ હાથ ધરી વિશાલ મોરારજીભાઈ (ઉ.વ.15) નામના કિશોરનો મૃતદેહ ભારે જહેમત બાદ શોધી કાઢયો હતો જેને બાદમાં જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આવી જ રીતે ભાણવડના નગર નાકા પાસે રહેતા અરીફશા અબ્દુલશા શાહમદાર (ઉ.વ.19) નામનો યુવાન પોતાના માતા-પિતા સાથે કપડા ધોવા આવેલો હતો ત્યારે અકસ્માતે નદીમાં પડી જતાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હતું.