રાજકોટ. રાજકોટની ભાગોળે દારૂ કટિંગ કરતા સમયે લોકો જોઈ જતા આરોપીઓ સ્થળ પરથી નાસી ગયા હતા. લોકોને કાર અને રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. ઘટનાને પગલે લોકોનું ટોળુ એકઠુ થઈ ગયું હતું અને લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી. જેથી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
કારમાંથી રીક્ષામાં દારૂની બોટલો ટ્રાન્સફર કરવામાં આવતી હતી
ઘટનાની વિગત અનુસાર આરોપીઓ કારમાંથી રીક્ષામાં ઈંગ્લીશ દારૂની બોટલો ટ્રાન્સફર કરી રહ્યાં હતાં. તે દરમિયાન લોકો જોઈ જતા આરોપીઓ ભાગી ગયા હતાં. આરોપીઓ સ્થળ પર જ રીક્ષા (GJ 03 BU 6028) અને કાર (GJ 18 AC 8690) મુકીને ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. લોકોએ કાર અને રીક્ષામાં તપાસ કરતા મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. જેથી લોકોએ પોલીસને જાણ કરી હતી. હાલ તો પોલીસે આરોપીઓને શોધવા માટેની તજવીજ હાથ ધરી છે.
અહેવાલ: દિલીપ પટેલ, રાજકોટ