ઈકોચાલક પાસેથી રૂા.1 હજારનો ‘હપ્તો’ લેતા ટ્રાફિક કોન્સ્ટેબલ ઝડપાયો

0
444

વચેટિયાને આપવાનું કહ્યું નેACBની ટીમ ત્રાટકી

રાજકોટ જામનગર પાટે મુસાફરોની અવરજવરમાં ઇકો ગાડી વધુ ચાલી રહી છે ત્યારે આ પાટે ગાડી ચલાવવા માટે 1000ની લાંચ માંગતા ટ્રાફિક કોન્સ્ટેબલ અને વચેટિયાને જામનગર એસીબીની ટીમે રંગેહાથ લાંચ લેતા દબોચી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
રાજકોટ જામનગર પાટે ઇકો ગાડી ચલાવતા ડ્રાયવરને પોતાની ગાડી આ પાટે ચલાવવા માટે રૂપિયા 1000ની લાંચ આપવી પડશે તેવી માંગણી રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ શાખાના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મયુરસિંહ નિર્મલસિંહ જાડેજાએ કરી હતી પરંતુ ફરિયાદી ડ્રાયવરને આ લાંચ આપવી ન હોય જેથી તેણે એન્ટી કરપશન બ્યુરોના ટોલ ફ્રી નંબર 1064માં ફરિયાદ કરી હતી જે અંતર્ગત એસીબીના ડીવાયએસપી એચ પી દોશીનો સંપર્ક કરી ફરિયાદીની ફરિયાદ સાંભળી તેમના માર્ગદર્શન હેઠળ માધાપર ચોકડીએ ટ્રેપ

ગોઠવવામાં આવી હતી જેમાં જામનગર એસીબી પીઆઇ એ ડી પરમાર અને દ્વારકા એસીબીનો સ્ટાફ છટકું ગોઠવીને છુપાઈ ગયા હતા દરમિયાન ફરિયાદી મયુરસિંહ જાડેજાને 1000ની લાંચ આપવા ગયા ત્યારે તેઓએ વચેટિયા ઇંદ્રજીતસિંહ ઉર્ફે મુનાભાઇ ધર્મેન્દ્રસિંહ જાડેજાને લાંચની રકમ આપવાનું કહેતા ઇંદ્રજીતસિંહે લાંચ સ્વીકારતા જ એસીબીએ બંનેને રંગેહાથ લાંચ લેતા ઝડપી લઇ લાંચની રકમ કબ્જે કરી હતી અને જામનગર એસીબીમાં બંને સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી ટ્રાફિક કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાઇ ગાયના સમાચાર વાયુવેગે પ્રસરી જતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

અહેવાલ.સાગરપટેલ, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here