રાજ્યમાં 5 જિલ્લાના 19 રોડ પર વાહનવ્યવહાર બંધ, પોરબંદર જિલ્લાના 10, જૂનાગઢ અને રાજકોટના 3-3

0
1102

રબંદરમાં 1 સ્ટેટ હાઇવે, 1 મેજર ડિસ્ટ્રિક્ટ રોડ અને પંચાયતના 8 રોડ મળીને કુલ 10 રોડ બંધ

ગાંધીનગર. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે હજુ પણ 5 જિલ્લામાં 19 માર્ગો પર વાહન વ્યવહાર બંધ છે. જેમાં 2 સ્ટેટ હાઇવે, 2 મેજર ડિસ્ટ્રિક્ટ રોડ (MDR)  અને પંચાયતના 15 મળીને કુલ 19 રોડ બંધ છે. રાજકોટમાં પંચાયતના 3 રોડ, દેવભૂમિ દ્વારકામાં 1 MDR , જામનગરમાં 1 સ્ટેટ હાઇવે અને પંચાયતનો 1 રોડ મળીને 2 રોડ, જૂનાગઢમાં પંચાયતના 3 રોડ તથા પોરબંદરમાં 1 સ્ટેટ હાઇવે, 1 MDR અને પંચાયતના 8 રોડ મળીને કુલ 10 રોડ બંધ છે.

સૌરાષ્ટ્રમાં આટલા રોડ બંધ
ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રના જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને રાજકોટ એમ 5 જિલ્લાના કુલ 19 રોડ હજુ પણ બંધ છે. જેમાં રાજકોટમાં 3, દેવભૂમિ દ્વારકામાં 1, જામનગરમાં 2, જૂનાગઢમાં 3 અને પોરબંદરમાં 10 રસ્તાઓ બંધ છે.

ક્યાં કેટલા રોડ બંધ

જિલ્લોસ્ટેટ હાઈવેMDRપંચાયતના રોડકુલ રોડ
જામનગર1012
પોરબંદર11810
દેવભૂમિ દ્વારકા0101
રાજકોટ0033
જૂનાગઢ0033
કુલ221519