દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી
રાજકોટ. સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે જસદણનાં રાજા વડલા ગામમાં એક કેસ પોઝિટિવ નોંધાયો છે. રાજા વડલાનાં હરગોવિંદભાઈ હરીયાણી (ઉં.વ.43)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જ્યારે રાજકોટમાં છેલ્લા દોઢ મહિનામાં 383 કેસ પોઝિટિવ નોંધાતા હાહાકાર મચી ગયો છે. જેથી આરોગ્ય વિભાગે શહેરમાં જરૂરી કામગીરી હાથ ધરી છે.
છેલ્લા દોઢ મહિનામાં 383 પોઝિટિવ કેસ, 13 મોત
રાજકોટ શહેરમાં માર્ચ, એપ્રિલ અને મે એમ ત્રણ માસ દરમિયાન 83 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાં 30 મે સુધીમાં 74 રિકવર થયા હતાં અને 2 મોત તેમજ 7 એક્ટિવ કેસ હતા. જ્યારે 1 જૂનથી 15 જુલાઇ એટલે કે દોઢ માસ દરમિયાન રાજકોટ શહેરમાં 383 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 13નાં મોત થયા છે, જ્યારે 230 હજુ સારવાર હઠેળ છે.
આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.