2021માં ગુજરાતની કુલ વસતિ 6.61 કરોડ થશે, 20થી 59 વર્ષની ઉંમરની વસતિ 3.82 કરોડ સુધી પહોંચી જશે

0
434

માત્ર 99 લાખ લોકો જ 60 વર્ષથી વધુ વય ના હશે, 0થી 19 વર્ષના 2.23 કરોડ લોકો હોવાની ગણતરી

અમદાવાદ. ગુજરાતમાં વસતિ વધારો થઈ રહ્યો છે, જેમાં આગામી 2021માં રાજ્યમાં કુલ વસતિ 6.61 કરોડ સુધી પહોંચી જશે, તેમાં પણ 20 થી 59 વર્ષની વયની વસતિ 3.82 કરોડ એટલે કે 56.8% જેટલી થશે,અને 0 થી 19 વર્ષની વસતિ 2.23 કરોડ એટલે કે 33.2% થશે, જ્યારે 67 લાખ એટલે કે 9.9% વસતિ 60 વર્ષથી ઉપરની વયની હશે.

અંદાજ પ્રમાણે ગુજરાતમાં વસતિ 2022માં વધીને 6.67 કરોડ અને 2025માં 6.86 કરોડ થઇ હશે
ગુજરાતમાં વસતિના પ્રોજેક્ટેડ આંકડા મુજબ 2021માં જ્યારે વસતિ ગણતરી થશે ત્યારે વસતિનું પ્રમાણ 6.72 કરોડ થવાની ઘારણા છે. જેમાં 20થી 59 વર્ષની વય ધરાવતા લોકોની સંખ્યા 3.82 કરોડ (56.8 ટકા)એ પહોંચી હશે. ગુજરાતમાં માત્ર 67 લાખ (9.9 ટકા) લોકોની વય 60 વર્ષ કે તેથી ઉપરની હશે. ગુજરાતમાં 2021માં કુલ વસતિ 6.61 કરોડ હશે જે અંદાજ પ્રમાણે 2022માં વધીને 6.67 કરોડ અને 2025માં 6.86 કરોડ થઇ હશે. રાજ્યમાં 2026માં વસતિનો આંકડો સાત કરોડ સુધી પહોંચી ચૂકયો હશે.

2021માં ભારતમાં વસતિ ગણતરીનું કામ એપ્રિલમાં થરૂ થવાનું હતું
ગુજરાતમાં સૌથી વધુ 56.8 ટકા લોકોની વય 20થી 59 વર્ષની હશે જે વિક્રમી હશે. 2011ની વસતિ ગણતરી પ્રમાણે ગુજરાતમાં કુલ વસતિ 6.04 કરોડની નોંધાઇ હતી, જેમાં છેલ્લા 10 વર્ષમાં 70 લાખ લોકોનો ઉમેરો થાય તેવી સંભાવના છે. 2011 બાદ 10 વર્ષે એટલે કે, 2021માં ભારતમાં વસતિ ગણતરીનું કામ એપ્રિલમાં થરૂ થવાનું હતું પરંતુ કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે શરૂ થઇ શકયું નથી.પરંતુ પ્રોજેક્ટડ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here