જામનગરમાં બેરોજગારો જીવના જોખમવાળી કોવિડ હોસ્પિટલમાં નોકરી કરવા તૈયાર

0
347

50 જગ્યા માટે 500 ઉમેદવારો કોરોના હોસ્પિટલમાં ફરજ બજાવવા તૈયાર

જામનગરમાં બેરોજગારીએ જાણે ભરડો લીધો હોય તેવો ઘાટ સર્જાયો છે. કારણ કે લોકો કોરોના રોગનું નામ પડતા જ નાસભાગ કરવા લાગે છે ત્યારે કોવિડ હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીની સાળ સંભાળ લેવા માટેની નોકરી ઇન્ટરવ્યુ આપવા જી.જી.હોસ્પિટલએ પહોંચ્યા હતાં. જીવના જોખમ હેઠળ પણ આ નોકરી મેળવા તૈયારી બતાવી હતી.

જામનગરની જી.જી.હોસ્પિટલ દ્વારા કોવિડ-19 હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓના સાળ સંભાળ રાખવા માટે ભરતી અંગે જાહેરાત આપેલ હતી. જેમાં 50 જગ્યાઓ માટે ભરતી કરાશે. તેમાં પગાર ધોરણ રૂા. 15 હજાર ફિકસ અને માત્ર ત્રણ માસ માટેની નોકરી મુદત જાહેર કરેલ. આ કોરોના દર્દીઓન સાળ સંભાળ માટે ભરતી કરવાની હતી.

જયારે એક તરફ કોરોના પોઝીટીવનું નામ પડતા લોકોમાં ભયનું લખલખુ આવી જાય છે ત્યારે આવા પોઝીટીવ દર્દીઓની વચ્ચે રહી કોવિડ હોસ્પિટલમાં નોકરી લેવાની હોવા છતાં જામનગરના બેરોજગાર યુવાન-યુવતિઓ નોકરી કરવા ઇન્ટરવ્યુ આપવા મોટી સંખ્યામાં આવ્યા હતાં. બેરોજગારીએ માઝા મુકી હોય તેવું આ કોરોના હોસ્પિટલની ભરતી પ્રક્રિયાએ જાહેર કરી દીધું છે. ત્રણ માસની નોકરીની મુદત હોવા છતાં બેરોજગારો-યુવાન-યુવતિઓ ઇન્ટરવ્યું દેવા પહોંચ્યા હતાં તે સંખ્યા 500 થી ઉપર પહોંચી હતી. તેમાંથી 50 જ બેરોજગારોની પસંદગી થનાર છે. પસંદગી પામેલાઓ કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દી સાળ સંભાળ કરવાની છે.

લોકો કોરોના પોઝીટીવનું નામ પડતા લોકો નાસભાગ મચી જાય છે ત્યારે બેરોજગારો જીવના જોખમે પણ નોકરી કરવા તૈયાર થઇ ગયા જે વિચારવા જેવી બાબત છે. કે બેરોજગા યુવાએ આવી જોખમી નોકરી ત્રણ માસની કરવા પણ તૈયારી બતાવી હતી.

નોકરીમાં ઇન્ટરવ્યુ આપવા આવેલા બેરોજગાર યુવાને જણાવ્યું હતું કે મારી મજબુરી છે લોક ડાઉન પછી ધંધો રોજગાર છે નહીં તેથી પરીવારજનોના વિરોધ વચ્ચે આ નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા આવ્યો છું.

અહેવાલ. સાગર પટેલ , જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here