માંગરોળ શહેરી ઘનકચરાનું ચોક્કસ નિરાકરણ કરવા પાલીકા પ્રમુખ એ કરી કલેક્ટરને રજુઆત

0
535

માંગરોળ નગરપાલીકા પાસે ઘનકચરાના નિકાલ માટે કોઈ જગ્યા ઉપલબ્ધ નથી. માંગરોળ નગરપાલીકા કચરાની જમીન ફાળવણી થયા બાદ સ્થાનિકોના વિવાદને લઇ પાલિકાની હાલત કફોડી બની છે.શહેરમાં કચરો ન લેવાતા રોગચાળાની દહેશત ફેલાઈ છે. હાલમાં કોરોના વાઇરસને કેસો પણ વધી રહયા છે માંગરોળમાં પણ 5 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે ત્યારે આ મુદ્દે યોગ્ય નિરાકરણ લઇ આવવા માંગરોળ નગરપાલીકા પ્રમુખ દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.
કલેક્ટર દ્વારા શહેરી કચરા માટે બંદર, ચોટલી વીરડી, કર્મદી ચિંગરિયા અને મકતુપુર જગ્યાઓ ફાળવવામાં આવી છે પરંતુ તમામ જગ્યાઓએ સ્થાનિકો દ્વારા  પેશકદમી અને રાજકીય આગેવાનો ના હિતને લીધે કચરો ઠાલવવાનો વિરોધ કરવામાં આવેલ તેમજ રાજકીય પ્રતિનિધિ ઓ અને નેતાઓ સ્થળ પર આવી કચરો ન ઠાલવવા વિરોધ કરેલ .
જેથી હાલમાં શહેરમાં કચરો ઉઠાવવાનો પાલીકા દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે હાલમાં તમામ કચરો પાલીકા સંચાલિત પાણીની ટાંકી ખાતે વાહનો ભરી રાખવામાં આવ્યો છે જેથી સ્થાનિકોના આરોગ્યને ખતરો ઉભો થયો છે..આ બાબતે તાત્કાલિક નિર્ણય લેવા પાલીકા પ્રમુખ દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી છે.


અહેવાલ.ઇમરાન બાંગરા ,માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here