ગીર-ગઢડાનાં સનવાવ ગામે સસ્તા અનાજની દુકાનનો જથ્થો બારોબાર વેચતા કૌભાંડીઓ ઝડપાયા

0
2241

ગીર ગઢડા તાલુકાના સનવાવ ગામે પંડિત દિન દયાલ ઉપાધ્યાય ની સસ્તા અનાજ ની દુકાન ધરાવતા પરવાનેદાર દ્વારા કોરોનાની મહામારીમાં આપવા માં આવેલ મફત અનાજનો જથ્થો બારોબાર વેચવામાં આવતો હોય જે રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

      આ જથ્થો ગ્રાહકને ઘર સુધી મોકલી રહ્યા હોય તેવું કહી સ્વબચાવ કરેલ અને કહેલ કે એકસાથે બે મહિના નું અનાજ ગ્રાહક ને મોકલી રહ્યાં છે.. ગીર ગઢડા તેમજ ઉના તાલુકામાં સસ્તા અનાજનો ખૂબ જ મોટા પાયે ગેરકાયદેસર કાળાબજાર માં વેચાણ થઈ રહ્યું છે આ અંગે થોડા સમય પહેલાં જ એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા ગીર ગઢડા તાલુકાના બે પરવાનેદાર નો સસ્તા અનાજ ની પરવાનો એક મહિના પૂરતો જ માત્ર રદ કરવામાં આવી સંતોષ માન્યો છે..

       તંત્ર ખાલી માત્ર ને માત્ર થોડો દેખાવ કરીને પ્રજાને સમજાવવાનો પ્રયત્ન કરે છે જ્યારે આ એક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે જેમાં દરેક અધિકારીઓ અને નેતાઓ ગરીબના મોઢેથી આ અનાજ છીનવી રહી હોય ત્યારે આ બાબતે સરકાર જ કોઈ કડક અમલીકરણ કરે જેથી આવા કાળાબજારી અને ખુલ્લા પાડી ને તેને સખ્ત માં સખ્ત સજા નો કાયદો લાવે જેથી કોઈ પણ વ્યક્તિ આવું કરતા પહેલા વિચાર કરે.

અહેવાલ – મણીભાઈ ચાંદોરા
(દીવ/ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here