મહામારીમાં માનવતા નેવે મુકતુ તંત્ર સ્ટેચરમાં મુકી રસ્તા ઉપર છોડી દેવાતા જામનગરમાં અરેરાટી
કોરોનાની મહામારીમાં ડોકટરો ભગવાન બની જીવના જોખમે દર્દીઓની સારવાર કરી રહ્યા છે પરંતુ અમુક કિસ્સાઓમાં હોસ્પિટલના સતાવાળાઓ માનવતા ચુકી મૃતદેહોને પણ રઝળાવતા હોવાનું ઘટનાઓ બનતા હું પણ કોરોના વેરીયન્ટની સેવા ઉપર પાણી ફરી રહ્યું છે. તેવો જ એક બનાવ જામનગરની જી.જી. હોસ્પિટલમાં બનતા ભારે હોબાળો મચી ગયો છે.
બનાવની વિગત મુજબ જામનગરની ગેરવહીવટ માટે કુખ્યાત જી.જી. હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત મહિલા સહિત બે દર્દીના મૃતદેહો તેમના પરિવારજનો
સ્વીકારે તે પૂર્વે જ સ્ટ્રેચર સાથે રસ્તે રઝળતા મૂકી દીધા હતા. હોસ્પિટલના બેશરમ તંત્રએ મૃતકોના પરિવારજનો પહોંચે તેટલી પણ રાહ જોઈ નહોતી. પરિવારજનો આવ્યા ત્યારે મૃતદેહ બહાર પડ્યા હતા. આથી હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો.
અહેવાલ : સાગર પટેલ, જામનગર