રાજ્યમાં 24 કલાકમાં 139 તાલુકામાં હળવોથી ધોધમાર વરસાદ, સૌથી વધુ જામજોધપુરમાં 3.2 ઇંચ ખાબક્યો

0
285

સિદ્ધપુર,ગાંધીનગર, કપડવંજમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો

અમદાવાદ. હવામાન વિભાગ દ્વારા 18 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પંથકમાં ધોધમાર વરસાદની સંભાવના વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 139 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ પડ્યો છે. જેમાં જામનગરના જામજોધપુરમાં 3.2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સિદ્ધપુર,ગાંધીનગર, કપડવંજમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.  આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 6 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. જેમાં બાવળા, તળાજા, મોરવા હડફ, દસ્ક્રોઇ, ડેડિયાપાડા અને ખેડબ્રહ્મામાં વરસાદી ઝાપટાં પડ્યાં છે.

રાજ્યમાં 12 તાલુકામાં 1 ઇંચથી 3.2 ઇંચ સુધી વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 12 તાલુકામાં 1 ઇંચથી 3.2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 52 તાલુકામાં 10mmથી 24mm સુધીનો વરસાદ પડ્યો છે. જ્યારે 75 તાલુકામાં 10mmથી ઓછો વરસાદ નોંધાયો છે. 

24 કલાકમાં 12 તાલુકામાં સૌથી વધુ વરસાદ

જિલ્લોતાલુકોવરસાદ(ઇંચમાં)
જામનગરજામજોધપુર3.2
પાટણસિદ્ધપુર1.7
ગાંધીનગરગાંધીનગર1.6
ખેડાકપડવંજ1.6
ખેડાકઠલાલ1.4
પાટણસરસ્વતી1.3
બનાસકાંઠાદાંતીવાડા1.3
દાહોદફતેપુરા1.3
સાબરકાંઠાપ્રાતિંજ1.2
અમદાવાદસાણંદ1.1
છોટાઉદેપુરનસવાડી1.1
બનાસકાંઠાપાલનપુર1

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here