માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર અને પરફેક્ટ કલાસીસ યુસીમાસ ના રજનીશ રાજપરા ની અથાક મહેનત અને માર્ગદર્શન હેઠળ 2020 વર્ષ ની અનેક આફતો વચ્ચે અવસર નું નિર્માણ કરવાના સ્વપ્નાંઓ સાકાર થવા જઈ રહ્યા છે.


ગોંડલ નો સૌમ્ય એ માત્ર 10 વર્ષ ની ઉંમરે આ પેહલા પણ 2017 અને 2018 માં મલેશિયા માં યોજાયેલી વિશ્વકક્ષાની યુસીમાસ ની મેન્ટલ એરિથમેટિક કોમ્પિટિશનમાં એવોર્ડ વિજેતા બની ગોંડલ ગુજરાત અને ભારત નું ગૌરવ વધાર્યું હતું હવે આ બાળક 12 વર્ષની ઉંમર ના બાળકો માં એક વિશ્વ રેકોર્ડ બનાવવા જઇ રહ્યો છે ત્યારે ગોંડલ હવામહેલ ના જ્યોતિઆદિત્યસિંહજી એ આ બાળકોને આશીર્વાદ આપવા અને ગોંડલ ને વિશ્વકક્ષાએ ગૌરવ અપાવવામાં અગ્રેસર થનાર સૌમ્ય મકવાણા, 2019 માં કંબોડીયા ખાતે ચેમ્પિયન બનનારી ધ્વનિ વેકરિયા, રાજ રાજપરા અને શુભમ રાજાણી ને શુભેચ્છાઓ આપવા આવી હતી મોં મીઠા કરાવ્યા હતા. આ તકે ગોંડલના પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે, નિરવભાઈ, નવીનભાઈ રાજપરા, દીપેનભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ગોંડલ નો 12 વર્ષ નો સૌમ્ય વિશ્વ રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે ત્યારે ગોંડલ શહેર ના સર્વે નગરજનો આ સિદ્ધિ મેળવવા શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.