લૂંટેરી દુલ્હન / નાગપુરની કન્યા લગ્નના બીજા દિવસે જ સવા ત્રણ લાખ ઉઠાવી નાશી જતા રાજકોટનો યુવાન છેતરાયો

0
954

રાજકોટ: જંક્શન પ્લોટ મેઇન રોડ શેરી નં. 15/2/બમાં રહેતાં સુમિત ઉમેશભાઇ વાઢેર (ઉ.વ.24) નામના યુવાન સાથે મહારાષ્ટ્રના નાગપુરના નાંદેડના હદગાવ હડસનીની રાણી ઉર્ફે પાયલ ગાયકવાડ, નાગુપર હુડકેશ્વર ચોક મહાબલીનગરના ઉમેશ ઉર્ફે પપ્પુ ચુરે, સચીન ઉર્ફે મહેશ મરઘડે અને નાગપુરની નેહા બહાદુરે તથા અનુબેને મળી કાવત્રુ કરી લગ્નના નામે ઠગાઇ કર્યાની લેખિત ફરિયાદ પોલીસ કમિશનર કચેરી નાગરિક સુવિધા કેન્દ્રમાં થઇ છે. કન્યા જોવાના રૂ. સવા લાખ ત્યાં ચૂકવાયા હતાં. એ પછી લગ્નની બીજી જ રાતે કન્યા ઘરમાંથી રોકડ-દાગીના મળી સવા ત્રણ લાખની માલમત્તા ઉઠાવીને નાશી ગઇ છે.