પશુને બચાવવા એક આખલાએ બહાદુરી બતાવી
અમરેલી. અમરેલી જિલ્લાનાં જાફરાબાદ તાલુકાનાં નાગેશ્રી ગામમાં આજે વહેલી સવારે 2 સિંહો ઘુસી આવ્યાં હતાં. બંને સિંહોએ વાડી વિસ્તારમાં એક પશુનું મારણ કર્યું હતું અને મિજબાની માણી હતી. પશુને બચાવવા માટે એક આખલાએ બહાદુરી બતાવવાનો પ્રયાસ કર્યો હતો અને સિંહ સામે રોષે ભરાયો હતો.
વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
શિકારની શોધમાં ઘણી વખત જંગલ છોડીને સિંહો રહેણાંક વિસ્તારોમાં આવી ચડતાં હોય છે. ત્યારે 2 સિંહો આજે વહેલી સવારે જાફરાબાદ તાલુકાનાં નાગેશ્રી ગામમાં ચડી આવ્યાં હતા અને પશુનું મારણ કરી મિજબાની માણી હતી. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.