રાજકોટમાં કોરોનાથી 4નાં મોત, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 872 પર પહોંચી

0
282

સિવિલમાં સારવાર દરમિયાન 3નાં મોત, 1નું ખાનગી હોસ્પિટલમાં મોત

રાજકોટ. સૌરાષ્ટ્રમાં કોરોના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે રાજકોટમાં આજે વધુ 4 લોકોનાં મોત નિપજ્યાં છે. રૈયારોડ પર રહેતા અરૂણાબેન રાવલ (ઉં.વ.48)નું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે શીતલ પાર્કમાં રહેતાં નટુભાઈ બચુભાઈ રાઠોડ (ઉં.વ.68), પરા પીપળીયાનાં જયાબેન મનસુખભાઈ ચૌહાણ (ઉં.વ.63) અને ઘંટેશ્વર પાસે રહેતા નિરજભાઈ દિલીપભાઈ શાહ (ઉં.વ.34)નું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 872 પર પહોંચી છે. જેથી આરોગ્ય વિભાગે જરૂરી કામગીરી હાથ ધરી છે.

સિવિલ હોસ્પિટલમાં 170 દર્દી જ્યારે ખાનગી હોસ્પિલમાં 108 દર્દી
રાજકોટ શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 502 થઇ છે. અત્યાર સુધીમાં 5818 સેમ્પલ સિટીમાંથી લેવામાં આવ્યા છે તેમાંથી 502 પોઝિટિવ જાહેર થયા છે અને 233 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 170 દર્દી સારવાર લઇ રહ્યાં છે, જ્યારે ખાનગી હોસ્પિલમાં 108 દર્દી છે. 

સૌરાષ્ટ્રમાં કોરોના કેસમાં સતત વધારો
સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં વિસ્તારમાં કોરોના કેસ વધી રહ્યાં છે. ગુરૂવારે રાજકોટ જિલ્લામાં 51 જૂનાગઢ જિલ્લામાં 40, ગીરસોમનાથ જિલ્લામાં 3 અને અમરેલી જિલ્લામાં 6 કેસ નોંધાયા હતા. જામનગરમાં કોરોના અનસ્ટોપેબલ થયો હોય તેમ ગુરૂવારે એક જ દિવસમાં વધુ 13 પોઝિટિવ કેસ નોંધાયા હતાં.

દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here