વધુ 4 દર્દીના મોત, કેસની કુલ સંખ્યા 3370 ઉપર પહોંચી, ભરૂચમાં નવા 36 પોઝિટિવ, કેસનો કુલ આંક 595 થયો

0
356

વડોદરા. વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 4 દર્દીના મોત થયા છે. વડોદરાની જૂની RTO પાસે રહેતા 65 વર્ષીય વૃદ્ધ, આજવા રોડ પર રહેતા 62 વર્ષીય વૃદ્ધ અને વાડી રંગમહલ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય યુવાન સહિત 4 દર્દીના મોત થયા છે. જેમની સરકારની ગાઇડલાઇન પ્રમાણે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લામાં આજે વધુ 36 પોઝિટિવ કેસ
ભરૂચ જિલ્લામાં કોરોના વિસ્ફોટની સ્થિતી યથાવત છે. કોરોના વાઈરસના આજે વધુ 36 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા 595 ઉપર પહોંચી ગઇ છે.

વડોદરાના કોરનાના કેસની કુલ સંખ્યા 3370 થઇ
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 3370 ઉપર પહોંચી ગયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 2540 દર્દી રિકવર થયા છે. વડોદરામાં અત્યારે કુલ 770 એક્ટિવ કેસ છે, જે પૈકી 125 ઓક્સિજન ઉપર અને 38 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 607 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારમાં ગુરૂવારે પોઝિટિવ કેસો નોંધાયા
શહેરી વિસ્તાર :- સમા, માંજલપુર, મકરપુરા, ગોરવા, છાણી, નવાપુરા, હરણી રોડ, અકોટા, આજવા રોડ, વાઘોડિયા રોડ, રાવપુરા, તાંદલજા, કારેલીબાગ, સોમા તળાવ, ગોત્રી, VIP રોડ, સુભાનપુરા 
વડોદરા ગ્રામ્યઃ- બાજવા, પોર, ડભોઇ, સિમલી, પાદરા, સાંસરોદ, કરજણ, જરોદ